વિશ્વકપનો ખિતાબ બે વખત પોતાના નામે કરી ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજે નોટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે ભીડાસે. વિશ્વકપની રોમાંચક મેચોનો દોર હવે શરૂ થઇ ગયો છે. આ વખતે વિન્ડીઝની ટીમ મોટા અપસેટ સર્જે તેમ તમામ ચાહકો માની રહ્યા છે. આનો પરિચય વિન્ડીઝની ટીમ પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે આપી ચુકી છે. જ્યા તેણે પાકિસ્તાન સામે સરળતાથી ૨૧૮ બોલ ફેંકવાનાં બાકી હતા ત્યારે જ એક તરફી મેચમાં સાત વિકેટે જીત મેળવી લીધી હતી. જેથી ઓસ્ટ્રેલિયા સામે પણ તેની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ વખતે જોરદાર એનર્જી સાથે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેદાનમાં ઉતરી છે. સાથે સાથે ક્રિસ ગેઇલ જોરદાર ફોર્મમાં છે. તે પ્રથમ મેચમાં જ પાકિસ્તાનના તમામ બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારી ચુક્યો છે. બીજી બાજુ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકેલા ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે જીતી લીધા બાદ હવે વિન્ડીઝ સામે જીત મેળવી સતત બીજી મેચ જીતવા માટે ઉત્સુક છે. ઓસ્ટ્રેલિયા છેલ્લી 5 વનડે જીતી ચુક્યું છે જેમાં તેણે વેસ્ટ ઇન્ડિઝને પણ પરાજય આપ્યો છે. ડેવિડ વોર્નર આઇપીએલમાં જોરદાર બેટિંગ કર્યા બાદ વિશ્વકપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ધરખમ બેટિંગ કરી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ગેઇલ સિવાય આન્દ્રે રસેલને પણ કન્ટ્રોલમાં કરવો પડશે.

વેસ્ટ ઈંન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા આમને-સામને
વેસ્ટ ઈંન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે કુલ 149 મેચ રમાઇ ચુકી છે. જેમા ઓસ્ટ્રેલિયાની ટીમ 73 અને વેસ્ટ ઈંન્ડિઝની ટીમ 60 વખત જીત મેળવી શકી છે. જ્યારે ટાઇ 3 અને કોઇપણ પરિણામ ન આવ્યુ હોય તેવુ 3 વખત બન્યુ છે.

વિશ્વકપમાં આમને-સામને
વેસ્ટ ઈંન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં કુલ 9 મેચ રમી ચુકી છે. જેમા ઓસ્ટ્રેલિયા 5 મેચ તો વેસ્ટ ઈંન્ડિઝની ટીમ 4 વખત મેચ જીતી ચુકી છે.
ઓસ્ટ્રેલિયા ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નેથન કુલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાઝા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.
વેસ્ટ ઈંન્ડિઝ ટીમ
જેસન હોલ્ડર(કેપ્ટન), ક્રિસ ગેઇલે, ઈવિન લુઈસ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, એશ્લે નર્સ, ફાબિયાન એલન, આંન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, નિકોલસ પૂરન(વિકેટકીપર), શાઈ હોપ, કેમર રોચ, ઓશેન થોમસ, શેનન ગેબ્રિયલ , શેલ્ટન કોટરેલ.
