Not Set/ અમેરિકા H1 B વિઝાની અરજીઓ ના મંજુર કરી રહ્યું છે,ભારતીયોની ચિંતા વધી

મુંબઇ, અમેરિકાની ટ્રમ્પ સરકાર વિઝા પોલીસીમાં મોટા ફેરફાર કરી રહી છે, જેને કારણે ખાસ કરીને ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર તેની મોટી અસર થશે. વર્ષ 2018માં અમેરિકાનાં એચ-વનબી વિઝાની મંજૂરીમાં 10 ટકાનો ઘટાડો થયો હોવાની માહિતી અમેરિકાએ આપી છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે કુલ 3,35,000 એચ-વનબી વિઝાને મંજૂરી આપી હતી.જેમાં નવા, રિન્યુએબલ બંને પ્રકારના વિઝાનો […]

World

મુંબઇ,

અમેરિકાની ટ્રમ્પ સરકાર વિઝા પોલીસીમાં મોટા ફેરફાર કરી રહી છે, જેને કારણે ખાસ કરીને ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર તેની મોટી અસર થશે. વર્ષ 2018માં અમેરિકાનાં એચ-વનબી વિઝાની મંજૂરીમાં 10 ટકાનો ઘટાડો થયો હોવાની માહિતી અમેરિકાએ આપી છે.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે કુલ 3,35,000 એચ-વનબી વિઝાને મંજૂરી આપી હતી.જેમાં નવા, રિન્યુએબલ બંને પ્રકારના વિઝાનો સમાવેશ થાય છે. 2017નાં નાણાકીય વર્ષમાં 3,73,400 વિઝાને મંજૂરી અપાઈ હતી જે 10 ટકાનો ઘટાડો છે, 2017માં 93 ટકા અરજીઓને મંજૂરી મળી હતી અને 2018માં 85 ટકા અરજીઓ જ મંજૂર થઈ છે.

ટ્રમ્પ સરકાર આક્રમકતાથી એચ-વનબી પ્રોગ્રામનો ઉપયોગ ઘટાડવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. જેની અસર દેખાઇ રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવા અને રિન્યુએબલ વિઝાની મંજૂરી 2018ના 85 ટકાથી ઘટીને 79 ટકા પર આવવાની શક્યતા છે, ટ્રમ્પ સરકાર એચ-વનબી વિઝા પ્રોગ્રામને ધીમે ધીમે બંધ કરવા તરફ કામ કરી રહી છે. જેથી તેની વિઝા અરજી ફી વધારી દેવામાં આવી છે. જેની વધુ અસર ભારતીયો પર પડી રહી છે, વર્ષે અનેક ભારતીયો અમેરિકા જતા હોય છે, છેલ્લા 10 વર્ષમાં અંદાજે 22 લાખ ભારતીયોએ એચ-વનબી વિઝા માટે અરજી કરી હતી.