Not Set/ જુઓ, આ છે દુનિયાનો સૌપ્રથમ આર્ટીફિશિયલ ન્યુઝ એન્કર, જે નથી કોઈ વ્યક્તિ કે રોબોટ

નવી દિલ્હી, ચીન દ્વારા દુનિયાના સૌપ્રથમ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ ન્યુઝ એન્કર તૈયાર કરવામાં આવ્યો છે, જે હકીકતમાં નથી કોઈ વ્યક્તિ કે રોબોટ. આ વાત એક તબક્કે અચરજ પરમાડે એવી છે, પરંતુ ચીનની ન્યુઝ એજન્સી Xinhua દ્વારા આ એન્કર તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે Xinhua દ્વારા ચીનની સર્ચ એન્જિન કંપની સોગુ સાથે ભાગીદારી કરવામાં આવી […]

Top Stories World Trending

નવી દિલ્હી,

ચીન દ્વારા દુનિયાના સૌપ્રથમ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ ન્યુઝ એન્કર તૈયાર કરવામાં આવ્યો છે, જે હકીકતમાં નથી કોઈ વ્યક્તિ કે રોબોટ. આ વાત એક તબક્કે અચરજ પરમાડે એવી છે, પરંતુ ચીનની ન્યુઝ એજન્સી Xinhua દ્વારા આ એન્કર તૈયાર કરવામાં આવ્યો છે.

આ માટે Xinhua દ્વારા ચીનની સર્ચ એન્જિન કંપની સોગુ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ આર્ટીફિશિયલ ન્યુઝ એન્કર તૈયાર સમાચાર વાંચે છે તેમજ તેનો અવાજ પણ વ્યક્તિ જેવો જ છે. માનવામાં આવી રહ્યું છે કે, ન્યુઝ એન્કર દુનિયાનો સૌપ્રથમ ન્યુઝ એન્કર છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ન્યુઝ એન્કર ડેલી TV ન્યુઝ રિપોર્ટના રૂપિયા બચાવશે. કારણ કે આ ૨૪ કલાક સુધી સતત કામ કરી શકે છે.

આ આર્ટીફિશિયલ ન્યુઝ એન્કરની ખાસ વાત એ છે કે, આ વર્ચ્યુઅલ ન્યુઝ એન્કરમાં બ્રેકિંગ ન્યુઝ વાંચવાની પણ ક્ષમતા છે. આ ઉપરાંત આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ઈમેજ અને વ્યક્તિઓનો અવાજ ભેગો કરીને અસલી ન્યુઝ એન્કરની જેમ જ એક્સપ્રેશન આપવામાં આવ્યા છે.

આ વર્ચ્યુઅલ ન્યુઝ એન્કર માટે મશીન લર્નિંગ પ્રોગ્રામનો યુઝ કરવામાં આવ્યો છે. આ ન્યુઝ એન્કર ઈંગ્લીશ અને મૈડરિનભાષામાં ન્યુઝ વાંચી શકે છે.

ચીનની ન્યુઝ એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ન્યુઝ એન્કર ખાસ રીતે બ્રેકિંગ ન્યુઝ સમય પાર આપવા માટે યુઝ કરવામાં આવી શકે છે.