Not Set/ ગેસ સિલિન્ડરના ભાવમાં 2 રૂપિયાનો વધારો,સરકારે ડિલરોનું કમિશન વધાર્યું

દિલ્હી મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને મોદી સરકાર દ્વારા ફરી એક વાર ખિસ્સા હળવા થાય તેવો ફટકો પડયો છે.દિવાળી પતિ નથી ત્યાં રાંધણ ગેસના બાટલામાં પ્રતિ સિલિન્ડર 2 રૂપિયાનો વધારો કરાયો છે. ડિલર્સના કમીશનમાં વધારો કરવા ઘરેલું કુકિંગ ગેસ એટલે કે એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થતાં […]

Top Stories India

દિલ્હી

મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને મોદી સરકાર દ્વારા ફરી એક વાર ખિસ્સા હળવા થાય તેવો ફટકો પડયો છે.દિવાળી પતિ નથી ત્યાં રાંધણ ગેસના બાટલામાં પ્રતિ સિલિન્ડર 2 રૂપિયાનો વધારો કરાયો છે.

ડિલર્સના કમીશનમાં વધારો કરવા ઘરેલું કુકિંગ ગેસ એટલે કે એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

આ ભાવ વધારો થતાં 14.2 કિલોના સબ્સિડાઈઝ઼્ડ એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોએ 505.34 રૂપિયાને બદલે 507.42 રૂપિયા ચૂકવવા પડશે. જયારે અત્યાર સુધી તેની કિંમત 505.34 રૂપિયા હતી.

આ મહીનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજો વધારો છે. અગાઉ 1 નવેમ્બરે પ્રતિ સિલિન્ડરની કિંમત 2.94 રૂપિયા વધારવામાં આવી હતી.

અગાઉ નાણાં મંત્રાલયે ડીલર્સનું કમિશન વધારવાના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં 14.7 કિલોના અને 5 કિલોના સિલિન્ડર પર કમીશન અનુક્રમે 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આદેશના જણાવ્યા પ્રમાણે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં રિવિઝન પર ડિ-નોવો સ્ટડી પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, સહિતના વધારાને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીબ્યુટરનું કમીશન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત 14.2 કિલોના સિલિન્ડર પર 50.38 રૂપિયા કમીશન અને 5 કિલોના સિલિન્ડર પર 25.29 રૂપિયા કમીશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.