CM ભગંવત માન/ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની મળી ધમકી, આતંકવાદી પન્નુએ ગેંગસ્ટર્સને તેનો સંપર્ક કરવા કહ્યું

આતંકવાદી પન્નુએ 26 જાન્યુઆરીએ જ્યાં પણ મુખ્યમંત્રી ભગવંત માન ધ્વજ ફરકાવશે ત્યાં તેમના પર હુમલો કરવાની ધમકી આપી.

Top Stories India

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ સીએમ ભગવંત માન ઉપરાંત પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ મારી નાખવી ધમકી આપી છે. આતંકવાદી પન્નુ કેનેડામાં શીખ ફોર જસ્ટિસ નામનું આતંકી સંગઠન ચલાવે છે. આતંકવાદી પન્નુના કારણે કેનેડા, ભારત અને અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી છે. ભારત પર હુમલાઓની યોજના બનાવનાર ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ એક વીડિયો જાહેર કર્યો. આ વીડિયોમાં પન્નુએ કહ્યું કે પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો.

પ્રાપ્ત માહિતી મુજબ આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ અને ડીજીપીને મારી નાખવા માટે ગુંડાતત્વોને તેનો સંપર્ક કરવા કહ્યું છે. આ વીડિયોમાં પન્નુ કહે છે કે તે ભારતમાં ઉજવાતા 26 જાન્યુઆરી દિવસને વધુ ખાસ બનાવવા માંગે છે. રાજ્યનું વાતાવરણ બગાડવાની ધમકી આપતા ગુંડાતત્વોને મુખ્યમંત્રી ભગવંત માન પર હુમલો કરવા માટે તેની સાથે જોડાવા કહ્યું. આ વીડિયો બતાવે છે કે પન્નુ ગુંડાઓ સામે થતી કડક કાર્યવાહીથી અકળાયા છે. અને આથી જ પંજાબ માટે મહત્વના ગણાતા એવા સીએમ અને ડીજીપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

પંજાબ સરકાર અને પોલીસે ગેંગસ્ટરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા આતંકવાદીઓ પણ ગુસ્સે થયા છે. આતંકવાદી પન્નુએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લેવામાં આવેલા પગલાંને પણ ખોટા ગણાવ્યા છે. વીડિયોમાં પન્નુએ પંજાબમાં યુવાનો પર અત્યાચાર કરાતો હોવાની વાત કરી. તેણે કહ્યું કે પંજાબ પોલીસ યુવાનો વિરુદ્ધ ગુના કરી રહી છે અને પછી તેમનું એન્કાઉન્ટર પણ કરી રહી છે. તેમજ મુખ્ય પ્રધાન ભગવંત માનને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિઅંત સિંહ ગણાવતા યુવાન છોકરાઓને ગેરમાર્ગે દોરતા હોવાનો મુખ્યમંત્રી પર આરોપ મૂક્યો. આ વીડિયોમાં આતંકવાદી પન્નુએ વધુમાં વધુ યુવાનોને તેની સાથે જોડાવાનું કહેતા ચેતવણી ઉચ્ચારી કે 26 જાન્યુઆરીએ જ્યાં પણ મુખ્યમંત્રી ભગવંત માન ધ્વજ ફરકાવશે ત્યાં તેમના પર હુમલો કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

આ પણ વાંચો:સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત

આ પણ વાંચો:અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ