Ahmedabad News: અમદાવાદના પીરાણા ચાર રસ્તા ખાતે એક અણચિંતવ્યા મહેમાનના આગમનથી સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. આ વણકલ્પ્યના મહેમાન હતા કમિશ્નર જી એસ મલિક. તેમણે પીરાણા બ્રિજ (Pirana Bridge)ની મુલાકાત કરી હતી. હાલમાં અહીં સરખેજથી નારોલ સુધીના પુલ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેના પગલે કમિશ્નર જીએસ મલિકે ટ્રાફિકનું નિરીક્ષણ કર્યુ હતુ. હાલમાં પુલની કામગીરી ચાલી રહી છે અને તેને લઈને ટ્રાફિકની સમસ્ય વધુ ન વકરે અને તેમા બીજા કયા-કયા વિકલ્પો અજમાવી શકાય છે તે જોવા માટે કમિશ્નર જી એસ મલિક આવ્યા હતા.

Pirana Bridgeના કામના પગલે ટ્રાફિકનું નિરીક્ષણ
પોલીસ કમિશ્નર જી એસ મલિકે આ અંગે પીરાણા ખાતે ટ્રાફિક (Traffic) ના પ્રવાહને નીહાળ્યો હતો. ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે આ વિસ્તારના ટ્રાફિક અંગે વિશદ ચર્ચા કરી હતી. તેની સાથે તેમણે સ્થાનિક પોલીસ તંત્રને સ્થાનિક નાગરિક તંત્ર સાથે પણ તાલમેળ જાળવીને ટ્રાફિકની કામગીરી કરવા જણાવ્યું હતું, જેથી પુલ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકનું કામગીરીનું સારી રીતે સંચાલન થઈ શકે.

જીએસ મલિકની સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા
તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ટ્રાફિક નિવારણ માટે કયા-કયા કટ ખોલી શકાય છે તે મામલે ચર્ચા કરી હતી. ટ્રાફિકનો પ્રવાહ હળવો કરવા કયા-કયા વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે તે અંગે સઘન વિચારણા કરી હતી. આ સિવાય કઈબાજુથી ડાઇવર્ઝન (Diversion) આપવાથી ટ્રાફિક હળવો થઈ શકે છે તે મામલે પણ ચર્ચા થઈ હતી.
પુલની કામગીરી આગામી વર્ષે પૂરી થશે
હાલમાં અહીં સરખેજથી નારોલ સુધીનું ચાલતુ કામકાજ પૂરું થવામાં હજી ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. આ સંજોગોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક વિભાગ તનતોડ મહેનત કરી રહ્યુ છે અને કમિશ્નર જી એસ મલિકે પણ તેની મુલાકાત લઈને દર્શાવ્યું છે કે આ રસ્તા પર ટ્રાફિકના મુદ્દાને કેટલું મહત્વ આપી રહ્યા છે. આ રસ્તો નારોલથી સરખેજ જ નહીં પણ આગળ જતાં તે નારોલ, નરોડા અને સાણંદ જીઆઇડીસીને સીધા જોડશે. તેના લીધે સૌરાષ્ટ્ર અને મુંબઈ જતાં વાહનચાલકોને સીધો ફાયદો થશે. હાલના રસ્તા પરની ગીચતામાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર મોતના ડર નીચે મુસાફરી! કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પડી મોટી તિરાડો
આ પણ વાંચો: પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજથી શહેરના 1.41 લાખ નાગરિકોને લાભ
આ પણ વાંચો: અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે લાંબા સમય માટે બંધ, વાહનચાલકોને અસર
