સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી અને રાજકોટ તો કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કોરોના દિવસેને દિવસે વિકરાળ થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં કુલ 50 લોકોને એકત્ર થવા માટેની મંજુરી આપવામાં આવી છે. તેમ છતા રાજકોટની નામાંકિત રેજન્સી લગુન રિસોર્ટમાં લગ્ન પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા ક્રાઇમ બ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જે લગ્ન પ્રસંગ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વનરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ડોક્ટર કે કે રાવલ દ્વારા રેજન્સી લગૂન રીસોર્ટ માં પોતાના પુત્ ના લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર મુદ્દે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપીઓને હાજર કરીને અન્ય માહિતી આપી હતી.ક્રાઇમબ્રાંચ દ્વારા લગ્ન પ્રસંગ યોજનાર ડોક્ટર કે.કે રાવલ , ભરતભાઇ વ્યાસ અને રેજન્સી લગુન રીસોર્ટનાં માલિક સુમીત પટેલ અને રિસોર્ટનાં સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પોલીસે જણાવ્યા અનુસાર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતા રેજન્સી લગુન રીસોર્ટમાં 25 એપ્રીલનાં રોજ રાજકોટનાં ડોક્ટર કે.કે રાવલ અને મોરબીનાં ભરત વ્યાસ દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રાઇમબ્રાંચ દ્વારા બાતમીનાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સરકારનાં નિયત કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

