વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ટેસ્ટનું આયોજન કરાયુ
દર શનિવારે યોજાશે ટેસ્ટ,પ્રથમ શનિવારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ
પાટડી સરકારી કોલેજ રણકાંઠાના વિદ્યાર્થીઓ માટે મીઠી વીરડી સમાન બનવા પામી છે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે વિવિધ સ્પર્ધાઓ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભ્યાસ પ્રત્યે રુચિ કેળવી ઉત્સાહીત કરવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે.
ત્યારે પાટડી સરકારી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ટેકપાલસિંહ આનંદના સીધા માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોફેસરો દ્વારા સાંપ્રત સમયમાં ચાલી રહેલ સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રોરમાં પાટડી કોલેજના વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ કોલેજનું નામ ગુંજતું કરે તે માટે વિદ્યાર્થીઓનુ જનરલ નોલેજ અને ઉત્સાહ વધારવા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માસના દર શનિવારે સ્પર્ધાત્મક પરિક્ષા લક્ષી ટેસ્ટનું આયોજન કરાયુ છે.પ્રોફેસરો દ્વારા અગાઉ પૂછાયેલા પ્રશ્નપત્રો તથા તલાટી કમ મંત્રી, કોન્સ્ટેબલ,એસ.એસ.સી, સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના સિલેબસ આધારે પૂછાઈ શકે તેવા પ્રશ્નો ને આવરી હેતુલક્ષી ઓ.એમ.આર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ શનિવારે કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પાટડી રણકાંઠાના છેવાડે આવેલ વિસ્તાર હોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની રણનીતિ પરીક્ષા પદ્ધતિ કેવા પ્રશ્નો પુછાય ? તેના વિશે વિદ્યાર્થીઓને અનેક મૂંઝવણો રહેતી હોય છે જો કે ઓનલાઇન માધ્યમ દ્વારા માહિતી મેળવતા હોય છે પરંતુ પરીક્ષા સમયે ગભરાટ જોવા મળતી હોય છે ત્યારે પાટડી કોલેજ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાલક્ષી મોક ટેસ્ટ નુ આયોજન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જેમાં પાટડી સરકારી કોલેજના પ્રિન્સિપાલ ટેકપાલસિંહ આનંદના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ડો. વિનુ ભરવાડ,પ્રો.અંકીત ગોહેલ પ્રો.પાર્વતીબેન,પ્રો.પિન્કુબેન સહિતના પ્રોફેસરો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નો એકત્ર કરી પરીક્ષા યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ તરફથી યોજાયેલ પરીક્ષામાં ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો
