Vadodara News/ કેનેડામાં પીઆરના બહાને વડોદરાના વતની સાથે છેતરપિંડી

વડોદરામાં કેનેડાના પીઆરના બહાને છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં કેનેડાના કાયમી વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનો કેસ બહાર આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Vadodara

Vadodara News: વડોદરામાં કેનેડાના પીઆરના બહાને છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં કેનેડાના કાયમી વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનો કેસ બહાર આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વડોદરાના તરસાલી રોડ પરના ગીતાંજલિ ડુપ્લેક્સમાં રહેતા સુરજસિંગ લાંભસિંગ મહેતા દવાનો ધંધો કરે છે.  તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિઝા ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા દીકરા અને પત્નીને કેનેડાના પરમેનન્ટ વિઝામાં રસ હતો. તેના કારણે તે સોશિયલ મીડિયામાં સર્ચ કરતાં હતા.

આ સર્ચ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં નવા નરોડા પાસે વિક્ટરી ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન કન્સલ્ટન્ટના નામથી સંગ્રામસિંહ હરિવિલાસસિંહ કુશવાહા વિઝાનું કામ કરે છે. આના પગલે તેઓએ કેનેડાના પીઆર માટે 2020માં સંપર્ક કર્યો હતો. તેઓએ કેનેડાના પીઆર કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ન તો કેનેડાના પીઆર અપાવ્યા હતા કે ન તો રકમ પરત આપી હતી.

તેમની ઓફિસના વારંવાર ધક્કા ખાવા છતાં તેમણે આ અંગે જાતજાતના બહાના કાઢીને રૂપિયા પરત આપ્યા ન હતા. આના પગલે અમને ખાતરી થઈ ગઈ કે અમને કંઈ વિઝા મળવાના નથી. આ તો રીતસર અમારી સાથે છેતરપિંડી થઈ છે. આના પગલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ