Gandhinagar News/ પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજથી શહેરના 1.41 લાખ નાગરિકોને લાભ

પાલનપુરમાં આધુનિક Railway Over Bridge માટે રૂ.46 કરોડ મંજૂર કરાયા

Gujarat Gandhinagar
Railway Over Bridge

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર- લક્ષ્મીપુરા રોડ પર 1212.19મીટરની લંબાઈ ધરાવતો રેલ્વે ઓવર બ્રિજ (Railway Over Bridge) તૈયાર થવાથી શહેરના અંદાજે 1.41 લાખથી વધુ નાગરિકોને ફાયદો થશે તેમ,આજે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં માર્ગ અને મકાન વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આધુનિક રેલ્વે ઓવર બ્રિજ (Railway Over Bridge)માટે રૂ.46 કરોડ મંજૂર

મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં વધુ વિગતો આપતાં કહ્યું કે,પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ (Railway Over Bridge)માટે રૂ.46 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે હાલમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જમીનનો કબજો લેવાની કામગીરી પ્રગતિમાં છે જે જલ્દી પૂર્ણ કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું હતું કે, રેલ્વે ઓવર બ્રિજ(Railway Over Bridge) તૈયાર થવાથી વાહન ચાલકોનો સમય અને ઇંધણની બચત થશે તેમજ પરિવહન વધુ સરળ બનશે. આ બ્રિજ તૈયાર થવાથી પાલનપુર શહેરના અંદાજિત 1.41 લાખથી વધુ નાગરિકોને ફાયદો થશે.


આ પણ વાંચો : અમદાવાદના સૌથી જૂના રેલ્વે ઓવરબ્રિજને નવો બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.220 કરોડ ફાળવ્યા

આ પણ વાંચો : વડોદરાના ધમધમતુ બુલેટ ટ્રેનનુ કામકાજઃ છાણી-છાયાપુરી રેલ્વે ઓવરબ્રિજ આઠ દિવસ બંધ રહેશે

આ પણ વાંચો : વડોદરાઃ કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ નવાબજાર જૂનાબજારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ બંધ 5 દિવસ માટે ભારે વાહનો માટે કરાયો બંધ જર્જરિત ઓવરબ્રિજને