National News/ ગેસ સિલિન્ડર મામલે સરકારનો મોટો નિર્ણય, 14.2 Kg ને બદલે હવે 10 Kg ગેસ આપવાની તૈયારી

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ગેસનો પુરવઠો ઘટતા સરકાર (Government) 14.2 કિલોના સિલિન્ડરને બદલે 10 કિલો ગેસ આપવાનો પ્લાન બનાવી રહી છે. જાણો શું થશે કિંમતમાં ફેરફાર.

Top Stories NATIONAL India
Government Plan B for LPG Cylinder Shortage

Government Plan B for LPG Cylinder Shortage: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના બજેટ અને રસોડા પર પડવા જઈ રહી છે. પશ્ચિમ એશિયામાં અશાંતિને કારણે ક્રૂડ ઓઈલ અને એલપીજી (LPG) નો પુરવઠો ખોરવાયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર હવે ઘરેલું ગેસ સિલિન્ડરના વજનમાં મોટો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.

શું છે Governmentનો ‘પ્લાન-B’?

સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યારે જે ઘરેલું સિલિન્ડર 14.2. કિલોનો આવે છે, તેમાં ગેસની માત્રા ઘટાડીને 10 કિલો કરવાની વિચારણા ચાલી રહી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ગેસની બચત કરવાનો અને મર્યાદિત સ્ટોકમાં વધુમાં વધુ પરિવારો સુધી પુરવઠો પહોંચાડવાનો છે. કંપનીઓના તર્ક મુજબ, મર્યાદિત સભ્યો ધરાવતા પરિવારમાં 14.2 કિલો ગેસ 35-40 દિવસ ચાલે છે, જેથી 10 કિલો ગેસ પણ આરામથી એક મહિનો ચાલી શકે તેમ છે.

શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

ભારત તેની જરૂરિયાતનો 60% LPG વિદેશથી આયાત કરે છે, જેમાંથી ૯૦% હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. જોકે, હાલ યુદ્ધને કારણે પર્શિયન ગલ્ફમાં અનેક એલપીજી કેરિયર્સ જહાજો ફસાયા છે અને હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત, માર્ચના પ્રથમ પખવાડિયામાં વપરાશમાં 17% નો ઘટાડો નોંધાયો છે, જે સ્પષ્ટપણે પુરવઠાની અછત અને સ્ટોકમાં ઘટાડો દર્શાવે છે. સાથે જ, સરકારે અગાઉ કોમર્શિયલ ગેસ બંધ કર્યો હતો, પરંતુ હવે તે 40% ફરી શરૂ કરાતા ઘરેલું સ્ટોક પર કોમર્શિયલ દબાણ પણ વધ્યું છે.

Government Plan B for LPG Cylinder Shortage

કિંમત અને અમલીકરણમાં શું ફેરફાર થશે?

જો આ યોજના લાગુ થશે તો સિલિન્ડર પર એક નવું લેબલ કે સ્ટીકર લગાવાશે, જેમાં 10 કિલો ગેસ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હશે. આ ઉપરાંત, ગેસની માત્રા ઘટતા તેની કિંમતમાં પણ તે મુજબ ઘટાડો કરવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે કેટલાક ટેકનિકલ ફેરફારો પણ કરવા પડશે, જેમાં ખાસ કરીને બોટલિંગ પ્લાન્ટ્સમાં વેઇંગ સિસ્ટમમાં ફેરફાર કરવા માટે રેગ્યુલેટરી મંજૂરી લેવી પડશે.

રાજકીય અને સામાજિક પડકાર

સરકારી અધિકારીઓ ચિંતિત છે કે સિલિન્ડરનું વજન ઘટવાથી લોકોમાં ગૂંચવણ અને વિરોધ થઈ શકે છે, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ સ્થિતિને ચિંતાજનક ગણાવી બચતની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

જો આવતા મહિના સુધીમાં વૈશ્વિક સ્થિતિ નહીં સુધરે, તો સરકાર પાસે ’10 કિલો ગેસ’ નો આ આકરો નિર્ણય લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.


આ પણ વાંચો: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ 9 માર્ચે શક્ય

આ પણ વાંચો: PM મોદી સાથે અણધારી ઘટના થવાની આશંકા, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો ખુલાસો

આ પણ વાંચો: આજે લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પર રાજકીય ગરમાવો, PM–વિપક્ષ આમને–સામને