તમે કોઈ છોકરીને પ્રપોઝ કરો અને સુંદર રીંગ પહેરવો પણ રીંગ ફોટો પાડતી વખતે કોઈ બીજી છોકરીના હાથમાં તમે આપેલી રીંગ પહેરેલો ફોટો પડાવો તો? તમે વિચારશો કે આવું કરવા પાછળનું કારણ શું તો તમને જણાવી દઈએ કે મેલબોર્નમાં એક કપલ સાથે આ ઘટના હકીકતમાં થઇ છે.
વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલનો ફોટો છે જેમાં છોકરી પોતાની રીંગ બતાવે છે. પહેલીવાર જોતા તો એમ જ લાગે કે આ હાથ ફોટોમાં રહેલી છોકરીનો જ છે પરંતુ હકીકત કઈ ઓર જ છે.

ક્ઝીને પોતાની બહેનને પોતાનો સુંદર રેડ નેલ પોલીશ વાળો હાથ એની રીંગ પહેરીને ફોટો પડાવવા માટે ઓફર કર્યો હતો કારણકે છોકરાએ જે છોકરીને પ્રપોઝ કર્યું હતું એ છોકરીના નખ તૈયાર ન હતા એટલે કે ફોટો પડાવવા યોગ્ય ન હતા.
છોકરીના નખ સુંદર રીતે તૈયાર ન હતા એટલે ક્ઝીને પોતાની બહેનનાં બોયફ્રેન્ડે પ્રપોઝ કરતાં આપેલી રીંગ પહેરીને ફોટો પડાવ્યો હતો. રીંગનો ફોટો પડાવવા માટે આ કપલે ગર્લફ્રેન્ડની કઝીનનો હાથ યુઝ કર્યો હતો.
