Uttar Pradesh News:/ સહારનપુરમાં મસ્જિદના કાટમાળ નીચે મળ્યો 20 ફૂટ ઊંડો કૂવો, ભારે સ્લેબથી લોકો ચોંક્યા

Saharanpur કોર્ટ પરિસરમાં મસ્જિદ હટાવ્યા બાદ કાટમાળ નીચે 20 ફૂટ ઊંડો કૂવો મળ્યો. ભારે સ્લેબ હટાવ્યા બાદ સામે આવેલા કૂવાની હવે ASI દ્વારા તપાસ કરવામાં આવશે.

NATIONAL Top Stories India
Saharanpur

Saharanpur Collectorate Campus Ancient Well : ઉત્તર પ્રદેશના સહારનપુરના કોર્ટ પરિસરમાં મસ્જિદ હટાવવાની કાર્યવાહી બાદ એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. મસ્જિદના કાટમાળને હટાવતી વખતે જમીનની નીચે એક ભારે સ્લેબ મળી આવ્યો હતો. તેને હટાવ્યા બાદ તેની નીચે આશરે 20 ફૂટ ઊંડો કૂવો જોવા મળ્યો હતો. આ ઘટના સામે આવતાં સ્થળ પર લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

પોકલેનથી પણ ન તૂટ્યો સ્લેબ

રવિવારે સવારે કાટમાળ(Saharanpur) હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મશીનો દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો ત્યારે કર્મચારીઓની નજર જમીનની નીચે આવેલા એક મજબૂત સ્લેબ પર પડી. સ્લેબને દૂર કરવા માટે પહેલાં પોકલેન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, સ્લેબ એટલો મજબૂત હતો કે મશીનથી પણ તે તૂટી શક્યો નહોતો. ત્યારબાદ કટર મશીનની મદદ લેવામાં આવી અને સ્લેબને કાપીને દૂર કરવામાં આવ્યો. સ્લેબ હટાવતા જ તેની નીચે કૂવો દેખાયો.

Saharanpur

લગભગ દોઢ મીટર વ્યાસનો કૂવો

પ્રાથમિક માહિતી મુજબ, જમીનની નીચે મળેલા કૂવાનો વ્યાસ આશરે દોઢ મીટર છે અને તેની ઊંડાઈ લગભગ 20 ફૂટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ કૂવો કેટલો જૂનો છે અથવા ભૂતકાળમાં(Saharanpur) તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો તે અંગે હજુ કોઈ સત્તાવાર નિષ્કર્ષ સામે આવ્યો નથી. કૂવો મળ્યાની જાણ થતાં સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા હતા. કૂવો ક્યારે બનાવવામાં આવ્યો હશે અને તેની પાછળનો ઇતિહાસ શું છે તે અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

સુરક્ષા માટે પોલીસ તૈનાત

કૂવો મળી આવ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની(Saharanpur) તૈનાતી કરવામાં આવી છે. કૂવાની આસપાસ લોકોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ વહીવટી તંત્રની દેખરેખ હેઠળ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. SDM સદર સુબોધ કુમારે જણાવ્યું કે કોર્ટના આદેશ બાદ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ માળખું સામે આવ્યું છે. પ્રાથમિક નજરે તે કૂવો હોવાનું જણાય છે અને તેની ઊંડાઈ આશરે 20 ફૂટ છે. જોકે તેની વાસ્તવિક ઉંમર અને ઇતિહાસ અંગે તપાસ બાદ જ કંઈ સ્પષ્ટ થઈ શકશે.

ASI કરશે તપાસ

હવે આ મામલે ASIની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરશે. તપાસ બાદ જ ખબર પડશે કે આ કૂવો કેટલો જૂનો છે અને તેનું કોઈ ઐતિહાસિક અથવા પુરાતત્વીય મહત્વ છે કે નહીં. હાલમાં ભારે સ્લેબની નીચે મળેલો આ કૂવો સહારનપુર(Saharanpur) કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.


આ પણ વાંચો: સહારનપુર કોર્ટ પરિસરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી, સાંસદ ઈકરા હસન હાઉસ અરેસ્ટ

આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ: મંદિર જતી કિશોરીને ઉઠાવી લઈ જવાનો આરોપ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના વિવાદનો કરુણ અંત, ભાજપ નેતાના પુત્રએ જીવન ટૂંકાવ્યું