Uttar Pradesh News:/ મુઝફ્ફરનગરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ: મંદિર જતી કિશોરીને ઉઠાવી લઈ જવાનો આરોપ

ઉત્તર પ્રદેશના Muzaffarnagarમાં જન્માષ્ટમીની રાત્રે 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરી છે અને અન્યની શોધખોળ ચાલુ છે.

Top Stories NATIONAL India
Muzaffarnagar

Muzaffarnagar Minor Girl Assault Case News:  ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે 14 વર્ષની સગીરા સાથે કથિત દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને તપાસ ચાલી રહી છે.

મંદિર જતી કિશોરીને રસ્તામાંથી ઉઠાવી હોવાનો આરોપ

મળતી માહિતી પ્રમાણે, 4 સપ્ટેમ્બરની રાત્રે સગીરા પોતાના ઘરેથી મંદિર જવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં ત્રણ યુવકોએ તેને કથિત રીતે બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા. આરોપ છે કે ત્યારબાદ સગીરાને ગામમાં જ એક યુવકના ઘરે(Muzaffarnagar) લઈ જવામાં આવી હતી. ત્યાં ત્રણમાંથી એક યુવકે તેની સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં તેઓએ પોલીસનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

Muzaffarnagar

મુખ્ય આરોપી સમીરની ધરપકડ

ફરિયાદ મળ્યા બાદ છપાર પોલીસે(Muzaffarnagar) ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી તરીકે ઓળખાયેલા સમીરની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કેસમાં વલીન અને સલમાન નામના અન્ય બે યુવકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ તેમની ભૂમિકા અંગે પુરાવા એકત્ર કરી રહી છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

પીડિત પરિવાર સાથે મંત્રીએ કરી મુલાકાત

ઘટનાને લઈને પીડિતાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ(Muzaffarnagar) સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ, યોગ સાધના આશ્રમના મહંત સ્વામી યશવીર મહારાજે સોશિયલ મીડિયા મારફતે આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આરોપીઓ સામે એન્કાઉન્ટર અને તેમના મકાનો પર બુલડોઝર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ તપાસ આગળ વધી રહી છે. કિશોરીની સુરક્ષા અને આરોપો અંગેની કાયદેસરની કાર્યવાહી પર પોલીસનું ધ્યાન કેન્દ્રિત છે.


આ પણ વાંચો: સહારનપુર કોર્ટ પરિસરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી, સાંસદ ઈકરા હસન હાઉસ અરેસ્ટ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાંદામાં લગ્નની મંજૂરી ન મળતા પ્રેમી પંખીડાએ ઝેર પીને ઝંપલાવ્યું !

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના વિવાદનો કરુણ અંત, ભાજપ નેતાના પુત્રએ જીવન ટૂંકાવ્યું