Uttar Pradesh News:/ સહારનપુર કોર્ટ પરિસરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી, સાંસદ ઈકરા હસન હાઉસ અરેસ્ટ

ઉત્તર પ્રદેશના સહારનપુર કલેક્ટરેટ પરિસરમાં આવેલી Mosqueને ગેરકાયદેસર ગણાવીને પ્રશાસને ધ્વસ્ત કરી દીધી છે. આ મામલે સાંસદ ઇકરા હસનને હાઉસ અરેસ્ટ કરાયા છે.

NATIONAL Top Stories India
Mosque

Saharanpur Mosque Demolition:  ઉત્તર પ્રદેશના સહારનપુરમાં શનિવારે સવારે કલેક્ટરેટ પરિસરમાં આવેલી મસ્જિદને તોડી પાડવાની વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, સિટી મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી દરમિયાન આ બાંધકામને સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર બાંધકામ ગણાવવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે મસ્જિદ કમિટીએ કરેલી પ્રથમ અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.

Mosque

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કાર્યવાહી

સહારનપુર કલેક્ટરેટ પરિસરમાં આવેલી મસ્જિદને(Mosque) લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે સવારે વહીવટીતંત્રે બુલડોઝર દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સિટી મેજિસ્ટ્રેટની કોર્ટના મૂળ આદેશને પ્રથમ અપીલમાં પણ યથાવત રાખવામાં આવ્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે નોટિસ અને અપીલ સહિતની જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ધ્વંસની કાર્યવાહી કરવામાં આવી છે.

Mosque

રાતથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ

કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે કાર્યવાહી પહેલાંથી જ સહારનપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. વહીવટીતંત્રે વધારાના પોલીસ દળ સાથે પાંચ કંપની PAC અને RRFની તૈનાતી કરી હતી. સંવેદનશીલ અને મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા હતા. સહારનપુર(Mosque) મંડળના DIG અભિષેક સિંહે જણાવ્યું હતું કે કાર્યવાહી પહેલાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓને પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

Mosque

સહારનપુર જતાં પહેલાં ઈકરા હસન હાઉસ અરેસ્ટ

આ કાર્યવાહી વચ્ચે કૈરાનાની સાંસદ ઈકરા હસનને પણ તેમના નિવાસસ્થાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ સહારનપુર જઈને અધિકારીઓ સાથે મુલાકાત કરવાની તૈયારીમાં હતા. જોકે, તેમના ઘરે પોલીસ પહોંચ્યા બાદ તેમને બહાર જવા દેવામાં આવ્યા નહોતા. ઈકરા હસને આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ આ મામલે અધિકારીઓ સમક્ષ લોકોની વાત રજૂ કરવા માંગતા હતા. તેમણે દાવો કર્યો કે સહારનપુર(Mosque) જતા રોકવા માટે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. હાલ સહારનપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ગસ્ત અને સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે.


આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં પૂરનો કહેર: ગંગા-યમુના સહિત અનેક નદીઓ ભયજનક સપાટીએ, વારાણસીના ઘાટો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાંદામાં લગ્નની મંજૂરી ન મળતા પ્રેમી પંખીડાએ ઝેર પીને ઝંપલાવ્યું !

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના વિવાદનો કરુણ અંત, ભાજપ નેતાના પુત્રએ જીવન ટૂંકાવ્યું