Bolivia Military Base Explosion News: દક્ષિણ અમેરિકાના બોલિવિયામાં એક લશ્કરી મથકમાં થયેલા ભયાનક વિસ્ફોટે ભારે અફરાતફરી સર્જી છે. 4 સપ્ટેમ્બરે રાજધાની લા પાઝથી આશરે 30 કિલોમીટર દૂર વિયાચા વિસ્તારમાં આ ઘટના બની હતી. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જોરદાર ધડાકાના કારણે આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી હતી.
ફટાકડાના સ્ટોરેજમાં થયો વિસ્ફોટ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બપોરે લગભગ 2:30 વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, સૈન્ય મથકના જે ભાગમાં વિસ્ફોટ થયો ત્યાં સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર સરકારી કાર્યક્રમો અને વિવિધ ઉજવણીઓમાં ઉપયોગમાં લેવાતી આતશબાજીની(Bolivia) સામગ્રીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે અહીં સામાન્ય સૈન્ય દારૂગોળો નહીં, પરંતુ કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવાતા ફટાકડા અને આતશબાજીની સામગ્રી સંગ્રહિત હતી. જોકે, તેમાં અચાનક વિસ્ફોટ શા માટે થયો તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ, ગરમી અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણની શક્યતા સહિત વિવિધ પાસાં તપાસવામાં આવી રહ્યા છે.
🇧🇴 ÚLTIMA HORA: La policía confirma al menos dos fallecidos, 59 heridos y siete desaparecidos tras explosión en cuartel militar de Viacha, Bolivia. pic.twitter.com/0VtZy6ntAy
— Alerta Mundial (@AlertaMundoNews) September 5, 2026
50થી વધુ મકાનોને નુકસાન
સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મૃત્યુઆંક વધવાની આશંકા છે. અનેક લોકો વિસ્ફોટમાં(Bolivia) ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને સારવાર માટે લા પાઝની મોટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના 50થી વધુ મકાનોના કાચ તૂટી ગયા અને અન્ય મિલકતોને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
બીજા વિસ્ફોટનો ભય, લોકોને દૂર રહેવા અપીલ
રેસ્ક્યુ અને રાહત કામગીરી વચ્ચે ફાયર બ્રિગેડના અધિકારીઓએ ઘટનાસ્થળને લઈને મહત્વની ચેતવણી આપી છે. સ્થળ પર હજુ ગરમી અને વિસ્ફોટક સામગ્રીના અવશેષો હોવાની શક્યતા હોવાથી બીજો વિસ્ફોટ થવાનો ખતરો હોવાનું જણાવાયું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ લોકોને ઘટનાસ્થળથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવાની અપીલ કરી છે. હાલમાં વિસ્ફોટનું(Bolivia) ચોક્કસ કારણ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નેપાળમાં પૂરની તબાહી વચ્ચે તિબેટમાં 5.0નો ભૂકંપ, લાપતા લોકોની આશા ધૂંધળી
આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયેનો બદલાયો સૂર, ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર!
