Patan News/ રાધનપુર-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઈકો ઘૂસતાં 3નાં મોત, 4 ઘાયલ

Radhanpur Accident: રાધનપુર-વારાહી રોડ પર રાઘવજી હોટલ નજીક ઉભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં અંજારના ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Gujarat Others Breaking News
Radhanpur Accident: દર્શન કરી પરત ફરતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો, ઈકોમાં સવાર 3નાં મોત

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર નેશનલ હાઈવે-27 પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Radhanpur Accident) સર્જાયો હતો. રાઘવજી હોટલ નજીક રાત્રિના લગભગ 1 વાગ્યાના અરસામાં ઈકો કાર રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત (Radhanpur Accident)માં ઈકોમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે એક બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે, અંજારનો પરિવાર ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યો ઈકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન રાધનપુર-વારાહી રોડ પર રાઘવજી હોટલ પાસે રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

Radhanpur Accident એટલો ગંભીર કે ઈકોનો કચ્ચરઘાણ વળી ગયો

ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં અકસ્માત (Radhanpur Accident)ની ગંભીરતા એટલી હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારની ડ્રાઇવિંગ સીટ આસપાસ લોહી ફેલાઈ ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્મતમાં ઈકોમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ અંબુભાઈ મહેતા અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા તરીકે થઈ છે. ત્રણેય અંજારના રહેવાસી હોવાનું જણાવાયું છે.

એક બાળક સહિત ચાર લોકો ઘાયલ

અકસ્મતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ચારેય ઘાયલોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના નામ

સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા — અંજાર

મહેશ અંબુભાઈ મહેતા — અંજાર

શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા — અંજાર

ઘાયલોના નામ

ગોપાલસિંહ ગોહિલ — ઉંમર 27 વર્ષ

મુકેશ કોળી — ઉંમર 22 વર્ષ

કિશોરસિંહ જાડેજા — ઉંમર 37 વર્ષ

સત્યરાજસિંહ જાડેજા — ઉંમર 14 વર્ષ

 રાધનપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત (Radhanpur Accident) અંગે તપાસ શરૂ કરી છે. ઈકો કાર રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ કયા સંજોગોમાં ઘૂસી અને અકસ્માત (Radhanpur Accident)નું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પણ વાંચો:ઉના રોડ પર અકસ્માતમાં 2 યુવાનોના મોત

આ પણ વાંચો:સગીર પુત્રને કાર આપવી પડી ભારે! અકસ્માત સર્જાતા કાવડ યાત્રીનું મોત, પિતા સામે પણ ગુનો

આ પણ વાંચો:પાટણ સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત