Junagadh News/ સરકાર સરકારી શિક્ષણ મામલે સદંતર નિષ્ફળ ગઈ છે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ મંતવ્ય ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત

સરકાર સરકારી શિક્ષણ મામલે સદંતર નિષ્ફળ ગઈ છે

Gujarat Others

Junagadh News : જુનાગઢ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં શિક્ષણના ખાનગીકરણને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જુનાગઢ ખાતેથી મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર સરકારી શિક્ષણ મામલે સદંતર નિષ્ફળ ગઈ છે. શિક્ષણ એ સરકારની પ્રાથમિકતા છે લોકો જે ટેક્સ ચૂકવે છે તે પૈસાથી સ્વરાજ્યની સંસ્થાઓનું બજેટ બનતું હોય છે અને એ પૈસા નો હિસાબ માંગવો એ પ્રજાની ફરજ હોય છે.

સરકાર દર વર્ષે સરકારી શિક્ષણને લઈને બજેટમાં વધારો કરે છે પરંતુ તેની સામે સરકારી શાળાઓ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે અને ખાનગી શાળાઓ ટ્યુશન ક્લાસીસ સાથે સરકારની સાંઠગાંઠ હોવાની સાથે સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ ન મળતો હોય વિદ્યાર્થીઓને ફરજિયાત પણે ખાનગી શાળાઓમાં શિક્ષણ લેવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. વસ્તી વધવાની સાથે શાળાઓની સંખ્યા પણ વધવી જોઈએ તેની બદલે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે અને સરકાર એવું કહી રહ્યું છે કે ત્યાં સંખ્યા નો અભાવ છે માટે બંધ કરવી પડે છે.

શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ વગેરે થાય છે ત્યારે ધોરણ સાત આઠ ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા ન આવડતું હોય સરકારી અધિકારીઓ દ્વારા જે રિપોર્ટ કરવામાં આવે છે તેની ચિંતા કરવાની બદલે સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે વિદ્યાર્થીઓનું નામ સ્કૂલમાં બોલતું હોય અને ટ્યુશન ક્લાસીસ માં ભણવા માટે જવાનું સ્કૂલમાં માત્ર પરીક્ષા આપવા જવાનું એ સરકારની મિલી ભગત વગર શક્ય ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શિક્ષણ વિભાગની કમિટી દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત અમદાવાદ બરોડા, રાજકોટ સહિતના મહાનગરોમાં પ્રેસ કોન્ફરન્સ તેમજ ધરણા પ્રદર્શનના કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ દરેક સ્કૂલ કોલેજ સહિતના સ્થળોએ જઈ અને વાલીઓને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવશે શિક્ષણ જગતમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એક વાઈટ કોલર ભ્રષ્ટાચાર શિક્ષણને બનાવી દીધો હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. સરકારી યુનિવર્સિટીમાં ખાલી રહેલી જગ્યા ભરવામાં નથી આવતી એટલી બધી લાંબી પ્રક્રિયાઓ કરવામાં આવે છે કે છેલ્લે વાલીઓ વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં ઉંચી ફી ભરીને એડમિશન લેવા માટે મજબૂર બની રહ્યા છે.

સરકારમાં બેઠેલા લોકો દ્વારા જ શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવતું હોય વાઈટ કોલર ભ્રષ્ટાચાર થતો હોય અને એના દ્વારા પોતાની તિજોરીઓ ભરાતી હોય આવી નીતિને કારણે ગુજરાતમાં શિક્ષણ જગતની ઘોરખોદાઈ ગઈ હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મંતવ્ય ન્યૂઝ ને જણાવવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા શિક્ષણના ખાનગીકરણના મુદ્દે તપાસનું નિવેદન આપવામાં આવ્યું છે.

જ્યારે કુબેર ડીંડોર પાસે મંતવ્ય ન્યુઝ ની પહોંચી ત્યારે તેઓ મીડિયાથી દૂર જઈ રહી હોવાના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આખી ગુજરાત સરકાર ભગવાન ભરોસે ચાલી રહી છે. ગુજરાત સરકાર આખે આખી ક્યાંકને ક્યાંક કૌભાંડમાં સંકળાયેલી હોવાની સાથે સાથે ગુજરાત સરકારના અધિકારીઓ પણ બેફામ બની લૂંટી રહ્યા હોવાની સાથે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ પડી ભાંગી હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નિવેદન આપી રહ્યા છે તો બીજા મંત્રી ચુપ રહે છે. ત્યારે કા તો તેમને ખબર નથી અથવા તેમના આશીર્વાદ દ્વારા શિક્ષણ નું ખાનગીકરણ ચાલી રહ્યું છે ‌.

નડિયાદ નગરપાલિકામાં થયેલી મારામારીની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, મનપાના કૌભાંડો બહાર ન આવે તે માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસના માલધારી સેલના આગેવાન રાજુ રબારીને માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, નગરપાલિકામાં ધારાસભ્યના મળતિયાઓને મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હાર્દિક ભટ્ટે સ્પષ્ટતા કરી છે કે, કોંગ્રેસ કોઈનો ડર રાખ્યા વિના આ તમામ કૌભાંડોને લોકો સમક્ષ ઉજાગર કરશે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના આ આરોપોએ નડિયાદના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:સુરતની ગૌરવગાથા, સ્વચ્છ હવા સર્વેક્ષણમાં ટોપ-3 સ્થાન, આજે દિલ્હીમાં એવોર્ડ આપવામાં આવશે

આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી