કરોડોના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટની છબી હવે જાણે આયેશાના આપઘાતના બાદથી બદલાતી જઈ રહી છે. રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવિને આપઘાત કરવાના કિસ્સા જેવી રીતે વધી રહ્યા છે તેને જોતા હવે રિવરફ્રન્ટને સુસાઇડ પોઇન્ટ તરીકે લોકો બોલતા થઇ ગયા છે.
રિવરફ્રન્ટ બન્યાના પહેલા જયારે તમામ બ્રિજ ઉપર ઝાળીઓ લગાડવામાં આવી નહતી ત્યારે આપઘાત કરનારા લોકો બ્રિજ ઉપરથી નદીમાં કૂદીને આપઘાત કરીને મોતને ગળે લગાવતા હતા. જોકે, ત્યારબાદ પ્રશાશને આપઘાતને રોકવા માટે સાબરમતી નદી ઉપરના તમામ બ્રિજ ઉપર બંને સાઈડ મોટી મોટી લોખંડની ઝાળીઓ લગાવી દીધા બાદ હવે લોકો બ્રિજની ઉપરની જગ્યાના બદલે રિવરફ્રન્ટ વોકવે ઉપરથી નદીમાં કૂદીને આપઘાત કરી રહ્યા છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો આયેશાના આપઘાતના કિસ્સાએ માત્ર અમદાવાદ જ નહિ સમગ્ર ગુજરાતમાં તેની ભારે ચર્ચાઓ ચાલી જ રહી છે ત્યારે વધુ એક વ્યક્તિએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યું હતું.
મિર્જાપુર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મોહમ્મ્દ ઇબ્રાહિમ કુરૈશી નામની વ્યક્તિએ બીમારીથી કંટાળીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરતા તેમના પરિવારજનોમાં ભારે રોકકળાટ ફેલાઈ ગયું છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
