Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલ, ફાર્માકોલોજીના એસોસિયેટ પ્રોફેસર દેવાંશ રાણા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જશીટ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રો મુજબ અમદાવાદ શહેરમાં કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત V.S. (વાડીલાલ સારાભાઈ) હોસ્પિટલ ખાતે દર્દીઓ પર દવાના દુરુપયોગના કૌભાંડની તપાસ દરમિયાન મળી આવેલા દસ્તાવેજોનાં આધાર પર વર્ષ 2021 બાદ 500 દર્દીઓ પર 58 જેટલા ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવામાં આવ્યા હતા. ડૉ. મનીષ પટેલ, ડૉ. દેવાંશ રાણા સહિત સંડોવાયેલા ડોક્ટરો પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની રકમ વસૂલાશે. આ કૌભાંડમાં NHL કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને પણ અમદાવાદ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવશે.

બોર્ડ મીટિંગમાં કાઉન્સિલર રાજશ્રી કેસરીએ આરોપ લગાવ્યો હતો કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ દર્દીઓના મોત થયા હતા, ડોક્ટરોએ ભેગા મળીને કરોડો રૂપિયા ભેગા કર્યા હોવાના આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત, ડો. પારુલ શાહ તપાસ સમિતિમાં છે, પરંતુ તેમને તપાસ સમિતિ (Inquiry Committee)માંથી દૂર કરવાની માગ થઈ રહી છે કારણ કે તેમણે ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) માટે S-4 રિસર્ચ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
બોર્ડ મીટિંગમાં, કમિશનરે કહ્યું કે VS હોસ્પિટલ ખાતે ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) માટે કોઈ એથિકલ કમિટી (Ethical Committee) નથી. માહિતી મુજબ 4 ખાનગી હોસ્પિટલોની એથિકલ કમિટી (Ethical Committee) સાથે કરાર થયો છે. નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં ચર્ચા દરમિયાન, કમિશનરે કહ્યું કે ડ્રગ કંટ્રોલર જનરલના (DCGI) નિયમો મુજબ, ક્લિનિકલ ટ્રાયલ માટે એક એથિકલ કમિટી (Ethical Committee)ની રચના કરવી પડશે.
આ પણ વાંચો:V.S. હોસ્પિટલમાં દર્દીઓ પર થતું હતું ક્લિનિકલ રિસર્ચ! એક ટેસ્ટ માટે પડાવતાં હતા 32 લાખ રૂપિયા
આ પણ વાંચો:રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ
