Rajkot News/ રાજકોટ શહેરમાં સિટી બસ જેવી દુર્ઘટના સર્જાતા રહી ગઈ! ડ્રાઈવર પોલીસનાં સકંજામાં

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કમિશ્નરે જણાવ્યું હતું કે સિટી બસ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી સાથે થયેલા કરાર અંગે માહિતી

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot) શહેરમાં ગઈકાલે રાત્રે રાહદારીની સતર્કતાથી બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત (Accident) સર્જાતા રહી ગયો હતો. રાજકોટમાં ગત સપ્તાહે સિટી બસના ડ્રાઈવરની બેદરકારીથી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. શહેરમાં આમ્રપાલી ફટકથી ભોમેશ્વર સુધી સ્ટંટ કરતો મહાવીર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની વાનનો ચાલક નશામાં વાહન ચલાવતો હતો. જોકે રાહદારીની જાગૃતતાથી ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી. રાહદારીએ પીછો કરી વાન ચાલકને પોલીસને હવાલે કર્યો હતો અને રાજકોટ પોલીસના સકંજામાં પણ વાન ચાલક લડથડિયા ખાતા જોવા મળ્યો હતો.

રાજકોટ (Rajkot)માં ગયા સપ્તાહે શહેરમાં એક બેદરકાર સિટી બસ (City Bus)ના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જ્યો હતો, ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ હતી. ત્યારે પોલીસે આજે હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે બસનાં ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવરે અકસ્માત કર્યાનો નનૈયો ભણ્યો હતો.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કમિશ્નરે જણાવ્યું હતું કે સિટી બસ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી સાથે થયેલા કરાર અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એજન્સી પર દંડ લાદવા માટે મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. તપાસ બાદ, એજન્સી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જમા કરાયેલ રકમ જપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. સિટી બસ (City Bus)નો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI એજન્સી સાથે છે અને તેના સંચાલન માટે વિશ્વકર્મા અને નારાયણ નામની બે એજન્સીઓ છે.

રાજકોટ (Rajkot) શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પોલીસે FSL અને RTO અધિકારીઓની હાજરીમાં બસનો મિકેનિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે બસના મિકેનિકલ રીતે સંપૂર્ણપણે ફિટ છે, એટલે કે તેમાં કોઈ ખામી નથી, જ્યારે બસ ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ (Driving Licence) ફેબ્રુઆરી 2025 માં પૂરૂં થઈ ગયું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે બસ ડ્રાઇવર નશામાં હતો, તેથી તેના લોહીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે નશામાં ન હોવાનું જાણવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઈવરની ધરપકડ

આ પણ વાંચો:બે કાર ટકરાતા લાગી આગ, માતા-દિકરી સહિત ચારના મોત : રાજકોટ નજીક હન્ડી સિટી અને અલ્ટો વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ