એલ.આર.ડી ની પરીક્ષાનુ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમા એસટી સમાવિષ્ટ જ્ઞાતિના ઉમેદવારોને કરવામાં આવેલા અન્યાય મુદે પોરબંદરમાં રબારી સમાજ દ્વારા છેલ્લા બાર દીવસથી ઉપવાસ આદોલન ચાલી રહયુ છે. આ આંદોલનનાંં રબારી સમાજની બહેનો સમર્થનમાં આવી હતી, સોમવારે દશ હજારથી વધુ મહીલાઓ રેલીમાં જોડાય અને ન્યાયની માંગ કરી હતી અને જીલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપ્યુ હતુ
લોક રક્ષાક ભરતી બોર્ડ દ્વારા એલઆરડી ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમનુ મેરીટી લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે તેમા એસટીમાં સમાવિષ્ટ રબારી, માલધારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હોવાનાં મુદે પોરબંદરમાં રબારી સમાજ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે છેલા બાર દીવસ થી આંદોલન ચાલી રહયુ છે. છતા સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ નહી મળતા, આજે માલધારી સમાજની બહેનો મેદાને આવી હતી અને રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પોરબંદરનાં શીતલાચોક ખાતે એકત્રીત થયા બાદ પોતાના પરંરાગત પહેરવેશમાં સજ્જ દશ હજાર થી પણ વધુ બહેનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચારો સાથે શહેરના માર્ગો ઉપર ફરી હતી. માણેકચોક ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપયુ હતુ. માલધારી સમાજના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા એલઆરડીના મેરીટ લીસ્ટ સરકારે માલધારી સમાજના ઉમેદવારોને અન્યાય કર્યો છે. આ મુદે આંદોલન કરવા છતા સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામા આવતો નથી
એલઆરડી ની પરીક્ષામાં માલધારી સમાજના ઉમેદવારોને થયેલા અન્યાયના મુદે સમાજની દશ હજાર થી વધુ મહીલાઓ રણચંડી બની હતી અને સુત્રોચ્ચારો અને બેનરો સાથે આ રેલીમાં જોડાઈ અને સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી અને હજુ પણ સરકાર દ્વારા ન્યાય નહી મળેતો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી
માલધારી સમાજ દવારા ચાલી રહેલા આંદોલનને જાણીતા લોકગાયક ગીતા રબારી અને રસ્મીતા બેન રબારીએ પણ સમર્થ આપ્યુ છે આ રેલીમાં જોડાયેલા રસ્મીતાબેન રબારીએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા માલધારીને દાખલા આપવામા આવ્યા હતા અને હવે આ જ દાખલા સરકાર માન્ય ગણાતા નથી આથી દાખલાના આધારે સરકાર દ્વારા ન્યાય આપવામા આવે તેવી માંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
