Not Set/ આજે રાતે 43 મિનિટ સુધી જોવા મળશે સૌથી લાંબુ ચંદ્રગ્રહણ

અમદાવાદ, આજે, શુક્રવારે રાત્રે એક અદભુત ઘટનામાં સૌથી લાંબું પુર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 104 વર્ષમાં પહેલીવાર થનારા પુર્ણ ચંદ્રગ્રહણનો સમયગાળો 1 કલાક અને 43 મિનિટનો રહેશે. દેશના લગભગ તમામ ભાગોમાં નરી આંખે ગ્રહણ જોઇ શકાશે. આ દિવસે ચંદ્ર લાલ અથવા ભુખરા રંગનો જોવા મળશે જેના કારણે આ ખગોળીય ઘટનાને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્ર […]

Top Stories

અમદાવાદ,

આજે, શુક્રવારે રાત્રે એક અદભુત ઘટનામાં સૌથી લાંબું પુર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 104 વર્ષમાં પહેલીવાર થનારા પુર્ણ ચંદ્રગ્રહણનો સમયગાળો 1 કલાક અને 43 મિનિટનો રહેશે. દેશના લગભગ તમામ ભાગોમાં નરી આંખે ગ્રહણ જોઇ શકાશે. આ દિવસે ચંદ્ર લાલ અથવા ભુખરા રંગનો જોવા મળશે જેના કારણે આ ખગોળીય ઘટનાને બ્લડ મૂન કહેવામાં આવે છે.

ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે ચંદ્રના કલરમાં ફેરફાર થાય છે. પ્રથમ તબક્કામાં નારંગી રંગ બાદ લાલાશ પકડતો જાય છે. એક એક રેર ઘટના છે. ધીમે ધીમે આ રંગ વધુ માત્રામાં જમા થતાં ચંદ્ર લાલ દેખાય છે તેથી તેને બ્લડ મૂન કહેવાય છે.

આગાઉ ૧૬ જુલાઈ ૨૦૦૦માં આ પહેલાંની સદીનું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જે ચાર મિનિટ સુધી જોવા મળ્યું હતું,

૨૭ જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧.૫૪ વાગ્યે જોવા મળશે, જ્યારે તા. ૨૮ જુલાઈના રોજ ૧.૫૨થી ૨.૪૩ વાગ્યા સુધી નિહાળી શકાશે. આ વખતે સંપૂર્ણ ચંદ્રગ્રહણ ૪૩ મિનિટનું રહેશે. ગ્રહણના સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી આશરે ૫.૭૬ કરોડ કિ.મી. દૂર હશે.

ચંદ્રગ્રહણ નિહાળવા માટે ખાસ કોઈ પ્રકારનાં ઉપકરણની જરૃર પડતી નથી. ટેલિસ્કોપની મદદ વગર પણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. દૂરબીનની મદદથી પણ ગ્રહણ જોઈ શકાશે.

ક્યારે દેખાશે ગ્રહણ  

27 જુલાઇ: 11.54.26 PM થી
28 જુલાઇ: 03.48.59 AM સુધી

3 કલાક 54 મિનિટ 33 સેકંડ