Not Set/ રાત્રીનાં સમયે સ્ત્રીઓનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી ડફર ગેંગનાં 4 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ તેમજ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં હાઇવે પર રાતનાં સમયમાં પસાર થતા વાહનોને સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અટકાવીને વાહન ચાલકોને લલચાવીને લૂંટ કરતી ડફેર ગેંગનાં 4 આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. સાણંદનાં રેથલ ગામની સીમમાંથી આ ચાર આરોપીઓ ઝડપાયા જેઓની પાસેથી 3 દેશી જામગીર બંદૂક, 4 મોટર સાયકલ, 4 છરી તેમજ 4 મોબાઇલ […]

Ahmedabad Gujarat

અમદાવાદ તેમજ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં હાઇવે પર રાતનાં સમયમાં પસાર થતા વાહનોને સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અટકાવીને વાહન ચાલકોને લલચાવીને લૂંટ કરતી ડફેર ગેંગનાં 4 આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.

સાણંદનાં રેથલ ગામની સીમમાંથી આ ચાર આરોપીઓ ઝડપાયા જેઓની પાસેથી 3 દેશી જામગીર બંદૂક, 4 મોટર સાયકલ, 4 છરી તેમજ 4 મોબાઇલ મળી આવ્યા છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગેંગને ઝડપી પાડી. આ ગેંગનાં સભ્યો સામે અનેક લૂંટ, ધાડ અને હત્યા જેવા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યુ છે. તેમજ અનેક ગુનામાં આરોપીઓ વોન્ટેડ હોવાનુ પણ ખુલ્યુ છે. આ ગેંગે અલગ અલગ જિલ્લાઓમાં આ રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે અને અનેક ટ્રક ડ્રાઇવરોને માર મારીને લૂંટ કરી છે. ત્યારે આ ગેંગનાં અન્ય આરોપીઓની શોધખોળ પણ એલસીબીએ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.