SURAT NEWS : ખાડી પૂર બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે.(Surat Textile Industry Flood Loss) પ્રાથમિક અંદાજ મુજબ, પૂર અને વરસાદી પાણીના કારણે ટેક્સટાઇલ વેપારને રૂ.200 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
કરોડો રૂપિયાના માલસામાનને ભારે નુકસાન
(Surat Textile Industry)પૂરના કારણે શહેરની 26થી વધુ કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે હજારો વાહનો તેમજ કરોડો રૂપિયાની સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય ટેક્સટાઇલ માલસામાનને નુકસાન પહોંચ્યું છે.
ચાર દિવસ બાદ પણ પાણી યથાવત
પૂરની ઘટનાના ચાર દિવસ બાદ પણ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં પાણી યથાવત રહેતાં વેપારીઓની મુશ્કેલીઓ યથાવત છે. બેઝમેન્ટમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને માલ બહાર કાઢવામાં અને વેપાર ફરી શરૂ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વેપારીઓ દ્વારા રાહત અને સહાયની માંગ
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે નુકસાન થયું છે અને આર્થિક નુકસાનનો બોજ સહન કરવો પડી રહ્યો છે.ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને સરકાર તરફથી રાહત અને સહાયની માંગ પણ ઉઠાવી છે.
આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત
આ પણ વાંચો:- સુરતમાં વરસાદી તબાહી: 24 કલાકમાં 10ના મોત, ત્રણ દિવસમાં મૃત્યુઆંક 19 પર પહોંચ્યો
