હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આત્માના પુનરાગમન એટલે કે પુનર્જન્મને (LIFE) ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવ વારંવાર પૃથ્વી પર નવું શરીર ધારણ કરે છે તેવું શાસ્ત્રો કહે છે. જોકે આધુનિક વિજ્ઞાન આ વિષયને લઈને હજુ પણ અસમંજસમાં છે, પરંતુ દુનિયાભરમાં કરોડો લોકો આ પરંપરાગત સિદ્ધાંતને સ્વીકારે છે. આપણા રોજિંદા જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવે ત્યારે આપણે કહીએ છીએ કે આ ન જાણે કયા કર્મોનું પરિણામ છે. ગરુડ પુરાણ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર, કેટલીક એવી ખાસ નિશાનીઓ છે જેના પરથી એ જાણી શકાય છે કે તમારી આત્મા અગાઉ પણ કોઈ અન્ય સ્વરૂપમાં આ પૃથ્વી પર જીવી ચૂકી છે.
1..ચોક્કસ દ્રશ્યો કે સપના વારંવાર દેખાવા
જ્યારે તમને નિદ્રા દરમિયાન એકની એક ઘટના અથવા અજાણ્યા સ્થળો વારંવાર સપનામાં દેખાય અને તમને એ જગ્યાઓ એકદમ પોતાની લાગતી હોય, તો સમજો કે આ માત્ર કાલ્પનિક વિચાર નથી. પાછલા જીવનમાં ગાળેલો સમય અથવા અનુભવો ઘણીવાર અર્ધજાગ્રત મનમાં સપના સ્વરૂપે બહાર આવતા હોય છે.
2..અજાણી વ્યક્તિ સાથે અચાનક ગાઢ સંબંધ અનુભવાવો
કેટલીકવાર આપણે જીવનમાં કોઈ તદ્દન નવી વ્યક્તિને મળીએ છીએ, છતાં આપણું મન એ સ્વીકારી લે છે કે આપણે તેમને સદીઓથી ઓળખીએ છીએ. આ પ્રકારનું ત્વરિત અને મજબૂત જોડાણ (Instant Connection) એ વાતનો સંકેત છે કે પાછલા જીવનમાં પણ તમારી આત્માઓ એકબીજા સાથે જોડાયેલી હતી.
3..ભવિષ્યની ઘટનાઓનો અગાઉથી સંકેત મળવો (છઠ્ઠી ઇન્દ્રિય)
કેટલાક લોકોની કલ્પના શક્તિ કે પૂર્વાભાસ ખૂબ તેજ હોય છે. તેઓ જે બાબતનો અંદાજ લગાવે છે તે મોટેભાગે સાચી સાબિત થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ, જે આત્માઓ અનેક જન્મોની યાત્રા ખેડીને વધુ પરિપક્વ અને સમજદાર બની ચૂકી હોય છે, તેમની છઠ્ઠી ઇન્દ્રિય (Sixth Sense) આપોઆપ જાગ્રત થઈ જાય છે.
5.. કોઈ વિશેષ સંસ્કૃતિ, દેશ કે વસ્તુ પ્રત્યે અકારણ ખેંચાણ
જો તમને કોઈ ચોક્કસ ઐતિહાસિક સમયગાળો, ભાષા, ભૌગોલિક સ્થળ કે કળા પ્રત્યે કોઈ પણ કારણ વગર અત્યંત પ્રેમ કે આકર્ષણ હોય, તો તે પૂર્વજન્મની યાદો હોઈ શકે છે. શક્ય છે કે તમે ભૂતકાળમાં તે સંસ્કૃતિનો એક ભાગ રહ્યા હોવ.
6.. કારણ વગરનો કોઈ ચોક્કસ ભય અથવા માનસિક ખિન્નતા
ઘણા લોકોને બાળપણથી જ ઊંચાઈ, પાણી, અંધારું કે અગ્નિ જેવી વસ્તુઓથી અસાધારણ ડર (Phobia) લાગતો હોય છે, જેની પાછળ વર્તમાન જીવનની કોઈ દુર્ઘટના જવાબદાર નથી હોતી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, ગયા જન્મમાં જે કારણથી જીવનું મૃત્યુ થયું હોય અથવા જે મોટો આઘાત લાગ્યો હોય, તેનો ભય આત્માના સંસ્કારોમાં રહી જાય છે.
વિજ્ઞાન કદાચ આ લક્ષણોને મનની નબળાઈ કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ગણાવી શકે છે, પરંતુ ગરુડ પુરાણ સ્પષ્ટ કરે છે કે આત્મા ક્યારેય નષ્ટ થતી નથી; તે માત્ર પોતાના વસ્ત્રોની જેમ શરીર બદલે છે.
આ પણ વાંચો: અર્જુનનો રથ 25 ડગલાં પાછળ જવા છતાં કૃષ્ણએ કર્ણને કેમ કહ્યો શ્રેષ્ઠ યોદ્ધા? આંખ ઉઘાડનારો પ્રસંગ
આ પણ વાંચો: આજે નિર્જળા એકાદશીએ ગ્રહોની મોટી હલચલ; તુલા થી મીન રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
આ પણ વાંચો: નિર્જળા એકાદશીએ તુલસી પૂજામાં કરો આ 5 કામ; ભૂલથી પણ જળ ન ચડાવતા, જાણો નિયમો
