શ્રીલંકામાં થયેલા હુમલા બાદ સાર્વજનિક સ્થળો પર ચહેરાને ઠાકવા પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. શ્રીલંકામાં પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ભારતમાં પણ ચહેરાને ઠાકવા પર પ્રતિબંધ લગાવવાની માંગ વધી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સંપાદકીય લખતા વડાપ્રધાન મોદીને ભારતમાં પણ બુર્ખા પર બૈન લગાવવાની માંગ કરી છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં હેડિંગ સાથે લખ્યુ છે કે, રાવણની લંકામાં થયુ, રામની લંકા ક્યારે થશે. શિવસેનનાનાં મતે બુર્ખા પહેરતા લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે, જેને ધ્યાનમાં લેતા ભારતમાં સાર્વજનિક સ્થળો પર બુર્ખા પહેરવા પર બૈન લગાવવામાં આવે. સામનામાં આગળ લખ્યું કે મોદીએ આ બધું કરાવું પડશે. આ કામ સર્જિકલ સ્ટ્રાઇક જેટલું જ હિંમતનું કામ છે. શ્રીલંકાનાં રાષ્ટ્ર પ્રમુખે તેને કરી બતાવ્યુ છે. તેમણે એક જ રાતમાં બુરખાબંધી કરી. ચહેરો ઢંકાતી કોઇપણ વાતથી વ્યક્તિની ઓળખ કરવામાં મુશ્કેલી ના આવે આથી ઇમરજન્સી નિયમોની અંતર્ગત આ પ્રકારની વાતો પર પ્રતિબંધ મૂકાઇ રહ્યો છે, એવું શ્રીલંકાનાં રાષ્ટ્રપતિએ જાહેર કર્યું છે.
શિવસેનાની આ માંગને બીજેપીએ ફગાવી દીધી છે. બીજેપીનાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે શિવસેના દ્વારા ઉઠાવવામાં આવેલી આ માંગ વિશે કહ્યુ કે, મોદી સરકાર સાથે અમે આતંકવાદને રોકવામાં સફળ રહ્યા છીએ. મારા મતે કોઇ બૈનની જરૂર નથી. તેમણે અંતે કહયુ કે, મોદી હૈ તો દેશ સુરક્ષિત હે.
