Not Set/ ‘મહા’ વાવાઝોડાની અસર/ રાજ્યમાં સવારથી વરસાદી માહોલ છવાયો

ગુજરાત પરથી ભલે મહાવાવાઝોડાનું સંકટ ટળ્યું હોય, પણ ભારે વરસાદનું સંકટ હજું ટળ્યું નથી. મહા વાવાઝોડાની અસરનાં પગલે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તાર સહિત બોડકદેવ, પકવાન ચાર રસ્તા અને થલતેજ વિસ્તારમાં ઝરમર વરસાદ પડી […]

Top Stories Gujarat Others
Maha ‘મહા’ વાવાઝોડાની અસર/ રાજ્યમાં સવારથી વરસાદી માહોલ છવાયો

ગુજરાત પરથી ભલે મહાવાવાઝોડાનું સંકટ ટળ્યું હોય, પણ ભારે વરસાદનું સંકટ હજું ટળ્યું નથી. મહા વાવાઝોડાની અસરનાં પગલે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તાર સહિત બોડકદેવ, પકવાન ચાર રસ્તા અને થલતેજ વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.

ahemdabad rainfall ‘મહા’ વાવાઝોડાની અસર/ રાજ્યમાં સવારથી વરસાદી માહોલ છવાયો

ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર આજે સવારથી જ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવદ શહેરની વાત કરએ તો અહી સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદી વાતાવરણનાં કારણે લોકોએ ઘરની બહાર જવાનુ ટાળ્યુ હતુ. મહા વાવાઝોડાની અસર અહી સ્પષ્ટ દેખાઇ રહી છે. જો કે રાજ્યમાં મહા વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. અમદાવાદનાં આઈએમડી વિભાગનાં જણાવ્યાં મુજબ આજે રાજકોટ પોરબંદર,જુનાગઢ,અમરેલી, ગીરસોમનાથ બોટાદ અને દીવ વિસ્તારમાં વાવાઝોડાની અસરનાં ભાગરૂપે વરસાદ થવાની શકયતા છે. રાજકોટ હવામાન કચેરીનાં કહેવા મુજબ મોટા ભાગે ગુરૂવારે હવામાન સાંજ સુધી વાદળછાયુ રહેશે અને ત્યારબાદ વિખેરાઈ જશે.

Image result for ahmedabad normal rain

દીવમાં મહા વાવાઝોડાની આગાહી ને લઈને દીવ પ્રશાસન દ્વારા સર્વે કરી નીચાણવાળા વિસ્તારની માહિતી લઈ અને તેઓને વાવાઝોડા દરમિયાન જે પણ મુશ્કેલી આવે તેનાથી અવગત કરાવ્યા અને વાવાઝોડાનાં અગામચેતી ના ભાગરૂપે લોકો ને સ્થળાંતર કરવા અપીલ કરી હતી. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય એ લોકો ના હિત ને લઈને લોકોને વિનંતી કરી કે તેઓ પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા સેન્ટ્રલ હોમ માં દરેક સુવિધાઓ છે તેથી દરેક ને પોતાના ઘર ની જરુરીયાત ની વસ્તુઓ લઈ ને સેન્ટ્રલ હોમ જવા અપીલ કરી હતી.

Related image

વાવાઝોડાની અસરનાં પગલે ભાવનગરનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભાવનગરનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે જ ભાવનગરનાં મઢડા સહિતનાં ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા. મોરબીમાં મહા વાવાઝોડાની સવારથી જ અસર જોવા મળી. વાંકાનેરમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો તો હળવદમાં પણ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો કમોસમી માવઠાને કારણે ખેડૂતોનાં પાકને નુકસાન થયું હતુ, જે એક મોટુ સંકટ બનીને ઉભુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.