રાજકીય/ ભાજપ સરકાર પરિક્ષાના પેપર ફોડી રાજ્યના યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર રચી રહી છે : સુખરામ રાઠવા

રાજ્યમાં ભાજપ સરકારમાં હજી 20 હજાર કર્મચારીઓની ઘટ છે, છતાં યુવાઓને રોજી મળતી નથી, ભાજપ સરકાર આઉટસોર્સના માધ્યમ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. 

Top Stories Gujarat Others
ભાજપ સરકાર પરિક્ષાના પેપર ફોડી રાજ્યના યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર રચી રહી છે : સુખરામ રાઠવા
  • કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
  • અદાણીના મુંન્દ્રા પોર્ટને લઇને પ્રહાર
  • ભાજપે ઉડતા ગુજરાત બનાવ્યું – કોંગ્રેસ
  • રાજ્યમાં એક લાખ કરોડનું આઉટસોર્સ કૌંભાડ
  • યુવાનોને બેરોજગાર રાખવા ભાજપનું કૌંભાડ
  • સરકારી ભરતીમાં સરકારનું કૌંભાડ
  • ડ્રગ્સ કેસમાં મોટા માથાં હજી પહોંચથી દૂર

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે કોંગ્રેસ ફરીથી હરકતમાં આવી છે. ગાંધીનગર ખાતે વિધાનસભાના વિપક્ષીનેતા સુખરામ રાઠવા, વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી. જે. ચાવડાએ સીધા જ ભાજપ સરકાર અને અદાણી ઉપર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે વિધાનસભાના બજેટ સત્રમાં મુંન્દ્રા બંદરે પકડાયેલ ડ્રગ્સ અને સરકારી પરીક્ષાના પેપરકાંડના મુદ્દાને લઇ સરકારને ફ્લોર ઉપર ઘેરવાની ચીમકી આપી છે.

નોંધનીય છે કે, રાજ્યનું બજેટ સત્ર બે માર્ચથી શરૂ થશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરવા માટે કોંગ્રેસ મુંન્દ્રા પોર્ટથી પકડાયેલ 21000  કરોડના હેરોઇનના અસલી આરોપી અને સરકરી ભરતીની પરિક્ષામાં થયેલ પેપરકાંડના મુદ્દાનો ઉપયોગ કરશે. કોગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ તો અદાણી મુન્દ્રા પોર્ટને ડ્રગ્સનું કેન્દ્ર ગણાવી ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાનો રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યો છે. તો કોંગ્રેસના વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે ગુજરાતમાં વધતા ગુનાખોરી માટે ડ્રગ્સકાંડને જવાબદાર ઠેરવી ગુજરાતને ભાજપ સરકારે ઉડતા ગુજરાત બનાવવો આરોપ મુક્યો છે.

નવાઇની વાત તો એ છે કે કોંગ્રેસના વિપક્ષીનેતા સુખરામ રાઠવાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સરકારને જવાબદાર ગણી, હાલના મુખ્યમંત્રી ભુરેન્દ્ર પટેલને ભોળાભાળા મુખ્યમંત્રી તરીકે નવાજ્યા હતા. સુખરામ રાઠવાએ ભાજપ સરકાર દ્વારા પરિક્ષાના પેપર ફોડી રાજ્યના યુવાનોને બેરોજગાર બનાવવા માટે ષડયંત્ર રચે છે તેવો આક્ષેપ પણ કર્યો છે.

તો વિધાનસભાના દંડક સી જે ચાવડા પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને તેઓ પણ ભાજપ ઉપર પ્રહારો કરવામાં પાછા પડ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારમાં હજી 20 હજાર કર્મચારીઓની ઘટ છે, છતાં યુવાઓને રોજી મળતી નથી, ભાજપ સરકાર આઉટસોર્સના માધ્યમ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે.

કોંગ્રેસે આજની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકારને ડ્રગ્સ, બેરોજગારી, ઉઘોગોને હવાલે કરાતી જમીન જેવાં મુદ્દા રજુ કરી બજેટ સત્રમાં આક્રમક બનશે તેવા એંધાણ આપ્યાં છે. પણ સવાલ એ છે કે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સથી નહીં રસ્તે ઉતરીને આક્રમક વલણ દાખવે તો સાચા અર્થમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકશે.

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

સુરક્ષામાં ચૂક / નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..