રાજ્યમાં બેફામ વાહનો ચલાવતા કે પછી બેદરકારી રાખીને ગમે તેમ વાહનો ચલાવતા લોકો સામે હવે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ કડક પગલાં લેશે.
રાજ્યમાં હવે આડેધડ વાહનો ચલાવતા સામે આરટીઓએ લાલ આંખ કરી છે.રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 24 જુન 2019 સુધીમાં છેલ્લા 11 દિવસમાં જ 60 જેટલા લાયસન્સ કેન્સલ કર્યા છે.આમાંથી 43 જેટલા લાયસન્સ રદ તો જીવલેણ અકસ્માત સર્જનારાઓના કર્યા છે.
દારૂ પીને ડ્રાઇવીંગ કરનારા 6 લોકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.એવી રીતે આડેધડ ડ્રાઇવીંગ કરનારા 7 લોકાના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.
મહેસાણાના આંબલીયાસણમાં તો ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા એક વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે.
10 જૂનના રોજ આંબલીયાસણના મનુભાઈ રાવલને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા ટ્રાફિક પોલીસે મેમો ફકકાર્યો હતો. અને આરટીઓની કાર્યવાહી કરવામાં માટે જણાવ્યું હતું. આરટીઓની નોટિસનો યોગ્ય ખુલાસો ન કરતા તેમનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું હતું.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી સોનલ મિશ્રા કહે છે કે અમે ગમેતેમ વાહનો ચલાવતા લોકોના લાયસન્સ રદ કરી રહ્યાં છે.અગાઉ અમે લાયસન્સને થોડા સમય માટે સસપેન્ડ કરતાં હતા પંરતું હવે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ રદ જ કરી દઇએ છીએ.
રાજ્યમાં અનેક જીલ્લાઓમાં હવે ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન