Not Set/ પેટ્રોલ –ડીઝલની કિંમતોમાં સતત વધારો ચાલુ, અમદાવાદમાં 68 રૂપિયા સુધી પહોંચ્યું પેટ્રોલ

નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં વધારો થયા બાદ તેલ કિંમતો વધી છે. આજે શનિવારના દિવસે પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 17-18 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં 19-21 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ 68 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ […]

Gujarat India
q 4 પેટ્રોલ –ડીઝલની કિંમતોમાં સતત વધારો ચાલુ, અમદાવાદમાં 68 રૂપિયા સુધી પહોંચ્યું પેટ્રોલ

નવી દિલ્હી,

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં વધારો થયા બાદ તેલ કિંમતો વધી છે. આજે શનિવારના દિવસે પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 17-18 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં 19-21 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ 68 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 68.45 રૂપિયા સુધી પહોંચ્યો છે.સુત્રો કહે છે કે જો આમને આમ ભાવ વધતો રહ્યો તો અમદાવાદમાં આવતા અઠવાડિયા સુધીમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા સુધી પહોંચશે.

શનિવારના  દિવસે ઓઇલની  કિંમતોમાં વધારો કરવામાં આવ્યા બાદ લોકો પર વધારે બોઝ ઝીંકાઇ ગયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં વધારો થતા કિંમત હવે 70.72 થઇ ગઇ છે. આવી જ રીતે ડીઝલની કિંમત 65.16 થઇ ગઇ છે.

મુંબઇમાં રહેતા લોકોને પણ પણ બજેટમાં વધારાનો સામનો કરવાની ફરજ પડી રહી છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં આજે પેટ્રોલની કિંમત વધીને 76.35 થઇ ગઇ હતી. તેમાં શુક્રવારની તુલનામાં 17 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમત મુંબઇમાં 68.22 રહી હતી. કોલકત્તામાં પેટ્રોલની કિંમત 72.82રહી હતી. આવી જ રીતે ડીઝલની કિંમત 66.93 રહી હતી.

તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે ચોથી ઓક્ટોબર સુધી કેટલાક મહિના સુધી કિંમતોમાં જોરદાર વધારો થયો હતો. દિલ્હીમાં એક વખતે પેટ્રોલની કિંમત 84 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. મુંબઇમાં કિંમત 91 રૂપિયા સુધી પહોંચી હતી.જોકે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીના ગાળા દરમિયાન કિંમતોમાં ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક સમય સુધી ઘટાડો જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે તેલ કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો રહ્યો હતો.

વર્લ્ડ સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યા બાદ ઓપેક દેશોના વલણઁની નોંધ લેવામાં આવી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વૈશ્વિક વેપારને લઇને ખેંચતાણ પણ જારી છે. આંતરરાષ્ટ્રીય તેલ માર્કેટમાં કિંમતોમાં હવે વધી રહી છે. કારણ કે સાઉદી અરેબિયા તેમજ રશિયા જેવા દેશોએ તેલ ઉત્પાદન ઘટાડી દેવા માટે કેટલાક પગલા લીધા છે. ભારતીય બજારમાં આંતરાષ્ટ્રીય કિંમતોની સીધી અસર જાવા મળે છે. ભારત મોટા ભાગે અથવા તો 80 ટકા તેલની આયાત પર આધારિત છે.