Not Set/ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતા ઝડપાયા, 24 કલાકમાં બે અધિકારીઓ લાંચના સકંજામાં

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાએ જોર પકડયું છે. નિહાર ભેટારિયા નામના ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ…

Top Stories Gujarat Others
ડેપ્યુટી કલેક્ટર લાંચ
  •  દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતા ઝડપાયા
  • નિહાર ભેટારિયા નામના ડેપ્યુટી કલેકટર સામે કાર્યવાહી
  • પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માંગી હતી લાંચ
  • 3 લાખની લાંચ લેતા ગાંધીનગર ACB એ રંગેહાથ ઝડપયા
  • ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાએ જોર પકડયું છે. નિહાર ભેટારિયા નામના ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આ લાંચ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માંગી હતી.

મળતી માહિતી અનુસાર, નિહાર ભેટારિયા 2017ની બેન્ચના GAS અધિકારી છે, અને હાલ તેઓ દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે તેમના વિરુદ્ધ લાંબા સમયથી ફરિયાદ હતી. હાલ તેમને ઝડપી લઈ એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને ગાંધીનગર એસીબી ઓફિસ લાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વડોદરામાં આત્મહત્યાનો સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો, યુવકે આપઘાત માટે કર્યું એવું કે..

આપને જણાવી ડી કે આ પહેલા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના એમ. અન્સારી રૃા.૨ લાખની લાંચના કેસમાં ઝડપાયા હતા. મહિલા ટીડીઓ ઉપરાંત અન્ય ત્રણ કરાર આધારિત કર્મચારીઓની પણ એસીબીએ લાંચના કેસમાં અટકાયત કરી હતી.

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ  સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટનો વ્યવસાય કરતા શહેરાના કોન્ટ્રાક્ટરે મનરેગાના કામના એક ટેન્ડરનું કામ સરકારના હુકમથી મળ્યું હતું. જે અંતગત કોન્ટ્રાક્ટરે શહેરા તાલુકામાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેકવોલના કામો માટે રો-મટિરિયલ્સ સપ્લાય કર્યું હતું. આ કામ પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ રૃા.2.75 લાખ તથા આર.આર.પી. યોજના હેઠળ રૃા.1.71 લાખના બિલના ચેક મંજુર થયા હતાં.

આ પણ વાંચો :પાટણમાંથી સામે આવી હિટ એન્ડ રનની ઘટના, જીપની ટક્કરે બે લોકોના લીધા જીવ

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. તેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં સર્જાયો ભૂંકપ, એક સાથે 100 કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં

આ પણ વાંચો : દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ