ગુજરાત / સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં સર્જાયો ભૂંકપ, એક સાથે 100 કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં

સુરેન્દ્રનગર જિલ્લામાં આપની શરૂઆત પુર જોશમાં થઇ હતી. આપના કાર્યકર્તાઓ શેરીએ શેરીએ જઇને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે…

Reporter Name: @સચિન પીઠવા-મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં આપની શરૂઆત પુર જોશમાં થઇ હતી. આપના કાર્યકર્તાઓ શેરીએ શેરીએ જઇને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા હતા.ત્યારે પાલિકાની વોર્ડનં 6ની પેટા ચૂંટણીએ આપમાં મોટો વિખવાદ શરૂ કરી દિધો છે. અને આથી જ મંગળવારે એક સાથે 100થી વધુ કાર્યકરોએ પક્ષ માંથી રાજીનામા ધરી દેધા આપમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.

આ પણ વાંચો :પોરબંદર નિરમા ફેકટરીમાં ફરી સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ

સુરેન્દ્રનગર સંયુકત પાલિકાની ચૂંટણીમાં વોર્ડનં 6માં ભાજપમાંથી ચૂંટાયેલા હિતેશભાઇ બજરંગે ભાજપમાંથી રાજીનામુ આપીને આપની ટોપી પહેરી હતી. આટલુ જ નહી પરંતુ પક્ષે તેમના શીરે જિલ્લા પ્રમુખની પણ જવાબદારી સોપી હતી. ત્યારબાદ ખાસ કરીને શહેરમાં એક પછી એક ધડાધડ કાર્યકર્તાઓની નિમણુંકો આપીને આપની ટીમ તૈયાર કરવામાં આવી હતી. નવી નવી ટોપીઓ પહેરનાર આપના કાર્યકર્તાઓ પણ ગેલમાં આવી ગયા હતા. અને એક પછી એક કાર્યક્રમો આપી રહ્યા હતા. ત્યારે વોર્ડનં 6ની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે કાર્યકર્તાઓ દોડતા થઇ ગયા હતા. પરંતુ પહેલી પેટા ચૂંટણીને કારણે જ આપના સંગઠનમાં ભંગાણ પડી ગયુ છે.

મંગળવારે 100થી વધુ આપના કાર્યર્તાઓએ એક સાથે જિલ્લા પ્રમુખને રાજીનામા ધરી દિધા હતા. જેમાં એવુ કાણ બતાવવામાં આવ્યુ હતુ કે આપના બે કાર્યકર્તા કમલેશભાઇ કોટેચા અને દિપકભાઇ ચીહલા પેટા ચૂંટણીના સમયે ભાજપના કાર્યાલયે બેઠા હતા. અને પક્ષ વિરૂધ્ધી કામ કર્યુ હતુ. તેનાથી નારાજ થઇને રાજીનામે આપી દિધુ હોવાનું જણાવ્યુ હતુ. આથી આપમાં ભૂકંપ સર્જાયો છે. અને ઉકળતા ચરૂનો મામલો છેક પ્રદેશ કક્ષાએ પહોચ્યો છે.

આ પણ વાંચો :સચિન વિસ્તારમાં ઘરની બહાર રમી રહેલી બાળકીને ઉઠાવી જઈ હવસખોરે આચર્યું દુષ્કર્મ

અમે ભાજપનુ કામ કર્યુ હોય તો પુરાવા પ્રદેશમાં રજૂ કરે

વોર્ડનં 6ની પેટા ચૂંટણીમં અમે કોઇ ભાજપનું કામ કર્યુ નથી અને જો તેમ છતા જો અમારા કાર્યકર્તાઓ કહેતા હોય કે અમે ભાજપનું કામ કર્યુ છે તો તેના પુરાવાઓ પ્રદેશમાં રજૂ કરે. આપના કેટલાક કાર્યકર્તા ભાજપના નેતાના સંપર્કમાં છે તેમના ઇસારે આપમાં ફાટફુંટ કરાવવાની વાત છે.- કમલેશ કોટેચા,આપના કાર્યકર્તા

અમારા બે કાર્યકર્તાઓ વિરૂધ્ધ અમે રજૂઆત કરી છે

અમારી આપ પાર્ટીના 100થી વધુ કાર્યકર્તાઓએ આજે અમોને રાજીનામા આપ્યા છે. પરંતુ મે સ્વીકાર્યા નથી. તેમને સમજાવવાની વાત ચાલુ છે. અમારા બે કાર્યકર્તા પેટા ચૂંટણીમાં ભાજપનું કામ કર્યુ હોવાની તેમની ફરિયાદ છે તેની ઉપર સુધી રજૂઆત કરી છે. હવે નિર્ણય મોવડી મંડળ લેશે.-હિતેશ બજરંગ,જિલ્લા પ્રમુખ આપ પાર્ટી

આપ કાર્યકર્તાઓને સાથે રાખી ચાલી શકે તેમ નથી તેનું આ પરિણામ છે

આપમાં સંગઠન જેવુ કાઇ નથી કાર્યકર્તાઓ એક બીજાને સાથે લઇને ચાલી શકે તેવુ છે જ નહી અને આ એનુ જ પરિણામ છે. તેમની અંદરો અંદરની લડાઇમાં ભાજપને કોઇ લેવા દેવા નથી. આવુ છીછરૂ રાજકારણ કરનાર આપમાં ફાટા પડે તે સ્વાભાવીક છે. .-મહેન્દ્રભાઇ પટેલ,પ્રમુખ શહેર ભાજપ

આ પણ વાંચો :રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment