MANTAVYA Vishesh/ …અંતે કેજરીવાલની ધરપકડ, જાણો CMની ધરપકડ કેમ કરાઈ અને શુું છે ED ની કહાની

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 9 સમન્સને નકાર્યા અને બાદમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી.ત્યારે આજે મંતવ્ય વિશેષમાં જાણો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરાઈ અને સાથે જ જાણો  ED ની કહાની….

Top Stories Mantavya Vishesh
WhatsApp Image 2024 03 22 at 19.10.26 ...અંતે કેજરીવાલની ધરપકડ, જાણો CMની ધરપકડ કેમ કરાઈ અને શુું છે ED ની કહાની
  • અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરાઈ ?
  • 2 નવેમ્બર 2023 થી 21 માર્ચ 2024  વચ્ચે 9 સમન્સ
  • કેજરીવાલે એક પણ સમન્સનો જવાબ આપ્યો ન હતો
  • કેજરીવાલ પાસે પહેલાથી જ હતો પ્લાન બી
  • ED નો શું છે ઈતિહાસ ?

2 નવેમ્બર 2023 થી 21 માર્ચ 2024 ની વચ્ચે EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન્સ મોકલ્યા હતા.અને કેજરીવાલ એકવાર પણ ED સમક્ષ હાજર ન થયા હતા…ત્યારે  9 મું સમન્સ મળતાની સાથે જ તેઓ તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતા. તેમણે અરજી કરી હતી કે જો તે પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તો તેની ધરપકડ કરવામાં ન આવે… જોકે હાઈકોર્ટે કેજરીવાલને આ છૂટ આપી નથી.અને આ પછી EDના એડિશનલ ડાયરેક્ટરની આગેવાનીમાં 10 મા સમન્સ સાથે ED ની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી અને તેમની તલાશી લીધી.ત્યારે બે કલાકની પુછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

એક એડવોકેટને પ્રશ્ન પુછવામાં આવ્યો કે 21મી માર્ચે જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી. ત્યારે એડવોકેટે કહ્યું કે EDએ સીએમ અરવિંદ કેજરીવાલને 9 વખત સમન્સ પાઠવ્યા હતા..અને તેમણે એક પણ સમન્સનો જવાબ આપ્યો ન હતો.અને જ્યારે ધરપકડ પર સ્ટે માંગતો મામલો 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે બે ન્યાયાધીશોએ લગભગ 20 મિનિટ સુધી કેસને જોયો.જેમાં ED દ્વારા આપવામાં આવેલા તમામ સમન્સની ગંભીરતા અને સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા તેમની અવગણનાને પણ સમજાયું. ત્યાર બાદ જ હાઈકોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.અને આવી સ્થિતિમાં, EDને સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમણે જે પુરાવાના આધારે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે તે તેમની ધરપકડ માટે પૂરતા છે. તેથી જ આગલી તારીખની રાહ જોયા વગર અરવિંદ કેજરીવાલની પૂછપરછ શરૂ કરવામાં આવી અને પછી તેમની ધરપકડ કરવામાં આવી.

કેજરીવાલની ધરપકડની સંપુર્ણ વાર્તા સમજીએ.તો 21 માર્ચે બપોરે લગભગ 4 વાગ્યાનો સમય હતો.સીએમ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા.ત્યાં સુધીમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો નજીકમાં ભેગા થવા લાગ્યા.કર્મચારીઓને ખ્યાલ નહોતો કે મુખ્યમંત્રીની ધરપકડ થવા જઈ રહી છે.સીએમ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં દિલ્હી સચિવાલયમાં હંગામો વધવા લાગ્યો હતો.અને  ફોર્સના અધિકારીઓ કોઈ મોટી ઘટના વિશે વાત કરી રહ્યા હતા.તેમની વાત સાંભળીને સચિવાલયના કર્મચારીઓને લાગ્યું કે કદાચ મુખ્યમંત્રીને ધમકી મળી હશે.અને આ કારણથી સુરક્ષા વ્યવસ્થા કરવાની વાત ચાલી રહી છે.તો જ્યારે સ્ટાફ ઘરે ગયો, ત્યારે સીએમ ઓફિસથી તેમના ઘર સુધીની ઘટનાઓનો ક્રમ ઝડપથી બદલાઈ ગયો. અને  EDના અધિકારીઓની ઘેરાબંધી વધવા લાગી.અને બાદમાં સમાચાર આવ્યા કે EDએ કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ કરી છે.

તો અરવિંદ કેજરીવાલની ધરપકડ સાથે જ AAPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.અને તેમણે રાત્રે સુનાવણી માટે અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારી ન હતી. અને શુક્રવારે 22 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતું ત્યારે કેજરીવાલના પક્ષમાંથી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સાથે અથડામણ કરી રહી છે.તેથી પિટિશન પાછી ખેંચવાની પરવાનગી આપવી જોઈએ.અમે પહેલા ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી લડીશું, પછી બીજી અરજી લઈને સુપ્રીમ કોર્ટમાં આવીશું.ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.અને  EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી.ત્યારે  તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.સાથે જ, સીએમને આ મામલે માસ્ટરમાઇન્ડ પણ કહેવામાં આવ્યા હતા.

કેજરીવાલની ધરપકડને લઈ એવા ગણા બધા સવાલે છે… જે અત્યારે તમામ લોકેને થઈ રહ્યાં છે.ત્યારે આપણે કેટાલક સવાલો અને જવાબો વિશે જાણીએ.પહેલો સવાલ એ છે કે એવો કયો કેસ છે જેમાં EDએ કેજરીવાલને 9 સમન્સ મોકલ્યાં હતાં? તો  દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ દારૂના વેચાણ સંબંધિત નવી આબકારી પોલિસી લાગુ કરી હતી. જેના કારણે દારૂની દુકાનો પ્રાઈવેટ લોકોના હાથમાં ગઈ હતી.અને સરકારે દાવો કર્યો હતો કે આનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે.ત્યારે જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને એક્સાઈઝ પોલિસીમાં આર્થિક અનિયમિતતાઓ અંગે રિપોર્ટ સોંપ્યો હતો.મુખ્ય સચિવના રિપોર્ટના આધારે લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.અને સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો.જેમાં મનીષ સિસોદિયા, 3 નિવૃત્ત સરકારી અધિકારીઓ, 9 ઉદ્યોગપતિઓ અને 2 કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.

તો વધી રહેલા વિવાદને જોતા, 28 જુલાઈ, 2022ના રોજ, દિલ્હી સરકારે નવી દારૂ પેલિસી રદ કરી દિધી.22 ઓગસ્ટ, 2022ના રોજ EDએ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો.અને મનીષ સિસોદિયાની 28 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 ઓક્ટોબર 2023ના રોજ સંજય સિંહની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવાની છે.જો કે, EDએ આમાં કંઈ વધુ ખુલાસો કર્યો નથી.દાવો કરવામાં આવી રહ્યો છે કે ED પાસે કેજરીવાલ સાથે સંબંધિત એક સાક્ષી છે.અને કેજરીવાલની ગોવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે એકત્ર કરવામાં આવેલા ભંડોળના સંબંધમાં પૂછપરછ થઈ શકે છે.

તો બીજો સવાલ છે EDના 9 સમન્સ છતાં કેજરીવાલ કેમ હાજર ન થયા.તો  EDના પહેલા સમન્સના જવાબમાં અરવિંદ કેજરીવાલે આસિસ્ટન્ટ ડાયરેક્ટરને લખેલા પત્રમાં લખ્યું હતું કે, ‘સમન્સમાંથી એ સ્પષ્ટ નથી થયું કે મને કયા કારણે સમન્સ મોકલવામાં આવી રહ્યું છે, એટલે કે તમે મને સાક્ષી માની રહ્યા છો કે પછી શકમંદ? તમે મને દિલ્હીના સીએમ કે આમ આદમી પાર્ટીના કન્વિનર તરીકે બોલાવો છો.આતો  માછીમારીની જાળ જેવું લાગે છે.’

અન્ય એક મોટા સવાલ થાય કે શું ધરપકડ થયા બાદ અરવિંદ કેજરીવાલે પણ રાજીનામું આપવું પડશે. તો સુપ્રીમ કોર્ટના વકીલનું કહેવું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં એવો કોઈ ઉલ્લેખ નથી કે કોઈપણ જનપ્રતિનિધિ, મુખ્યમંત્રી કે મંત્રી જો જેલમાં જાય તો તેણે રાજીનામું આપવું પડશે.ધારાસભ્ય કે સાંસદ જેલમાં જાય તો સરકારી કામમાં કોઈ અડચણ આવતી નથી.મંત્રીઓ જેલમાં જાય તો પણ તેમનો વિભાગ અન્ય મંત્રીઓને આપી શકાય છે, પરંતુ જેલમાં જવા છતાં મંત્રીઓને પદ પરથી બરતરફ ન કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારની ટીકા કરી હતી.

તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને EDની ધરપકડ પહેલાં રાજીનામું આપી દીધું હતું. ઘાસચારા કૌભાંડમાં ધરપકડ પહેલાં લાલુ પ્રસાદ યાદવે પણ રાજીનામું આપી દીધું હતું અને તેમની પત્ની રાબડીને મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. એ જ રીતે જયલલિતાએ પણ ધરપકડ પહેલાં રાજીનામું આપી દીધું હતું.

એક સવાલ એ પણ થાય કે  જેલમાં કેદ મુખ્યમંત્રીને કોઈ કેટલી વાર મળી શકે? તો તેનો જવાબ છે જેલમાં કેદીના વકીલ તેને ગમે તેટલી વાર મળી શકે છે. દિલ્હી સરકારના જેલ મેન્યુઅલ મુજબ જેલમાં દરેક કેદીને તેના સંબંધીઓ અને મિત્રોને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ હોય છે.દરેક મિટિંગ માટે અડધો કલાક આપવામાં આવે છે.અને એક મુલાકાતમાં ત્રણ લોકો કેદીને મળી શકે છે.આ મિટિંગ્સ આલ્ફાબેટિક હોય છે.અને એવું નથી કે જેલમાં કોઈ ખાસ વ્યક્તિ હોય તો તેને પહેલા મળવા દેવામાં આવે.આવી સ્થિતિમાં, જો કોઈ મુખ્યમંત્રી જેલમાં હોય તો તેને અમર્યાદિત મુલાકાતનો લાભ મળે તેવી શક્યતા નથી.તેમ છતાં, જેલર તેના વિશેષાધિકારોનો ઉપયોગ એક કે બે વધુ મુલાકાતોનો લાભ આપવા માટે કરી શકે છે.સામાન્ય રીતે, જેલરો ભાગ્યે જ આવા નિર્ણયો લે છે કારણ કે તેઓએ કોર્ટને સંપૂર્ણ વિગતો જણાવવી પડે છે. જો કોર્ટને લાગે છે કે જેલરે બિનજરૂરી મિટિંગ ગોઠવી છે તો કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ મુખ્યમંત્રીની ઓફિસમાં જ ધરપકડ કરવામાં આવી હોય.ED દ્વારા દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ અને હવે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સૌથી મોટો સવાલ એ છે કે જો અરવિંદ કેજરીવાલને રિમાંડન મળે તોદિલ્હી સરકાર કેવી રીતે ચાલશે. શું કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહી શકશે?  એક તરફ પાર્ટી કહી રહી છે કે તેઓ રાજીનામું નહીં આપે.એવો કોઈ કાયદો નથી કે જે મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા અટકાવે.ત્યારે આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને ખબર હતી કે ED તેમની ધરપકડ કરી શકે છે.આથી તેમણે પ્લાન બી અગાઉથી જ તૈયાર કરી રાખ્યો હતો.અને આ પ્લાન બી પ્રમાણે જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે અને રાજીનામું આપવાની જરૂર પડશે તો શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીની સરકાર ચલાવશે.અને એક મહિના પહેલા જ  પાર્ટીમાં આ અંગે ચર્ચા થઈ હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને વધુ સમય જેલમાં રહેવું પડશે તો પણ આતિષી તેમની જગ્યાએ કામ કરશે.પરતું એ નિશ્ચિત નથી કે કેજરીવાલ રાજીનામું આપીને આતિશીને સીએમ બનાવશે કે પછી કેજરીવાલ સીએમ રહેશે અને આતિશી કાર્યકારી સીએમ તરીકે કામ કરશે.જો કે આતિશીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે.અને જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે.

ત્યારે હવે આપને જણાવી દઈએ કે જેલ માંથી કઈ રીતે સરકાર ચલાવવામાં આવશે.તો સુપ્રીમ કોર્ટના એડવોકેટનું કહેવું છે કે, ‘જેલ મેન્યુઅલ મુજબ, જેલમાં રહીને મુખ્યમંત્રી પોતાનું બધું જ કામકાજ જોઈ શકે છે.અને જો કોઈ કેસમાં મુખ્યમંત્રીની ધરપકડ થાય તો મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જરૂરી નથી.જેલમાં રહીને તેઓ તમામ ફાઇલો પર હસ્તાક્ષર કરવાથી માંડીને કેબિનેટની બેઠકમાં હાજરી આપવા સુધીનું બધું જ કામ કરી શકે છે.જો કે આ માટે કોર્ટની પરવાનગી જરૂરી રહે છે.જો મુખ્યમંત્રીએ કોઈપણ ફાઇલ પર સહી કરવી હોય તો પહેલા કોર્ટમાંથી મંજૂરી લેવી પડશે.જો કોર્ટને લાગે કે ફાઇલ પર સીએમની સહી જરૂરી છે તો તેને જેલ પ્રશાસનને મોકલવામાં આવશે, અને જેલ પ્રશાસન સીએમ સંબંધિત ફાઈલો પર સહી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરશે.તે ફાઈલો તપાસશે અને સીએમ દ્વારા સહી કરાવશે અને પછી તેને તેમના કાર્યાલયના અધિકારીને પરત કરશે.તો જેલમાં રહીને કેબિનેટની બેઠક પણ યોજી શકાશે.અને ત્યારબાદ  કોર્ટ નક્કી કરશે કે સીએમ તેમની ઓફિસમાં જઈ મટિંગ કરશે કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા મિટીંગ થશે.અને જો કોર્ટને તે જરૂરી લાગે તો તે મુખ્યમંત્રીને જેલની બહાર ઓફિસમાં થોડા કલાકો માટે મીટિંગ માટે જવાની પરવાનગી આપી શકે છે.

ત્યારે આપને સવાલ થતો હશે કે શું અરવિંદ કેજરીવાલ સીએમ હોય ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે, તો જવાબ હા છે.કાઈ પણ મુખ્યમંત્રીની પોતાના ચાલું કાર્યકાળ દરમીયાન ધરપકડ થઈ શકે છે.અને જો અરવિંદ કેજરીવાલને બે વર્ષની સજા થાય તો પણ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહિ શકે છે.અને જો તે આના કરતાં વધી જાય, તો તેમન ગેરલાયક ઠેરવવામાં આવશે.અને જે બાદ તેઓ પદ પરથી હટી જશે.અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ કોઈ પણ ગુનાહિત મામલામાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે છે.

ત્યારે હવે આપણે જાણી લઈએ કેજરીવાલની ધરપકડ કરનાર ED ની કહાની. જાણીએ કે તે આટલી શક્તિશાળી કેવી રીતે બની અને શા માટે વિપક્ષના નેતાઓ ED અંગે આટલા ચિંતિત રહે છે.તો આઝાદી પછીના વર્ષોમાં, વિદેશમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જોમાં લેવડ-દેવડ કરતા લોકોની તપાસ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. આ માટે, દેશની આઝાદીના સમયથી એક કાયદો હતો,  ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે FERA 1947.

1956માં દેશમાં જવાહરલાલ નેહરુની સરકાર હતી. આ દરમિયાન, આર્થિક બાબતોના વિભાગે એક અલગ યુનિટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.આ યુનિટનું નામ હતું- એન્ફોર્સમેન્ટ યુનિટ અને આ યુનિટ એક વર્ષ પછી 1957માં શરૂ કરવામાં આવ્યું હતું. તેની ઓફિસ દિલ્હીમાં ખોલવામાં આવી હતી અને એક કાનૂની સેવા અધિકારીને તેના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ આ યુનિટના ડિરેક્ટર હતા.

આ પછી આરબીઆઈના અન્ય એક અધિકારીને આ ડિરેક્ટરના આસિસ્ટન્ટ બનાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત 3 ઇન્સ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારીઓનો પણ આ યુનિટમાં સમાવેશ કરવામાં આવ્યા હતા.એન્ફોર્સમેન્ટ યુનિટની ત્રણ શાખાઓ બોમ્બે, મદ્રાસ અને કલકત્તામાં પણ ખોલવામાં આવી હતી, કારણ કે આ ત્રણ શહેરોમાં સ્ટોક એક્સચેન્જો હતા.આ પછી, આ સંગઠનનું નામ એન્ફોર્સમેન્ટ યુનિટને બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED કરી દેવામાં આવ્યું.વર્ષ 1960માં EDના વહીવટી નિયંત્રણને આર્થિક બાબતોના વિભાગમાંથી મહેસૂલ વિભાગને આપવામાં આવ્યું હતું.થોડા સમય પછી, 1947નો ‘ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ’ રદ કરવામાં આવ્યો અને 1973ના નવા ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો.એટલે કે FERA 1947ની જગ્યાએ FERA 1973 આવ્યો.અને EDએ આ નવા કાયદા હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. 1973 થી 1977 સુધી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સનું ED પર વહીવટી નિયંત્રણ હતું.

તો ED ઘણા મોટા હાઈપ્રોફાઈલ લોકો સાથે સંબંધિત કેસ હેન્ડલ કરે છે.ઉદાહરણ તરીકે, EDએ મહારાણી ગાયત્રી દેવી, જયલલિતા, હેમા માલિની, વિજય માલ્યા, રિલાયન્સના હરીફ ઓર્કે ગ્રૂપ અને BCCL ચેરમેન અશોક જૈનને લગતા કેસોમાં FERA કાયદાના ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી.અને FERA હેઠળ, EDને વોરંટ વિના વ્યક્તિની ધરપકડ કરવાનો અથવા તેની ઓફિસમાં પ્રવેશવાનો અધિકાર હતો.  ત્યારે ED પર થર્ડ ડિગ્રી ટોર્ચરના પણ આરોપો લાગ્યા હતા. 90ના દાયકા સુધી EDનો મોટાભાગનો ડર ઉદ્યોગપતિઓમાં જ રહેતો હતો.

ત્યારબાદ વર્ષ 2000માં FERA ખૂબ કડક હોવાને કારણે તેને રદ કરવામાં આવ્યો હતો.તેના સ્થાને FEMA એક્ટ હેઠળ વિદેશી વિનિમય સંબંધિત ગુનાઓને નાગરિક અપરાધોમાં બદલવામાં આવ્યો.આ કારણે હવે ED લોકોની ધરપકડ કરી શકશે નહીં અને તેમને કસ્ટડીમાં રાખી શકશે નહીં.વર્ષ 2002માં અટલ બિહારી વાજપેયી કેન્દ્રમાં સત્તા પર હતા.આ દરમિયાન સંસદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA રજૂ કરવામાં આવ્યો હતો.અને 2004માં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનની સરકાર બની હતી.1 જુલાઈ, 2005ના રોજ યુપીએ સરકારે અટલ સરકારના સમયમાં બનેલા પીએમએલએ કાયદાને લાગુ કર્યો હતો.પછી યુપીએ સરકારે પોતે 2012માં PMLA (સુધારા) કાયદો લાવીને તેના હેઠળ આવરી લેવામાં આવતા ગુનાઓનો વ્યાપ વધાર્યો.તેમાં નાણાં છુપાવવા, સંપાદન કરવું અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં નાણાંનો ઉપયોગ સામેલ છે. આ સુધારાને કારણે EDને કેટલાક વધુ વિશેષાધિકારો મળ્યા છે.જેમાં EDને રાજકીય કૌભાંડો પર કાર્યવાહી કરવાનો અધિકાર પણ મળ્યો.

આપને જણાવી દઈએ કે EDના હાથમાં કેસ ક્યારે જાય છે.તો જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે 1 કરોડ રૂપિયા કે તેથી વધુ કમાણીનો કેસ નોંધાય છે, ત્યારે પોલીસ આ માહિતી EDને આપે છે.આ સિવાય, જો આવો કોઈ મામલો EDના ધ્યાનમાં આવે છે, તો તે પોતે જ પોલીસ સ્ટેશનમાંથી FIR અથવા ચાર્જશીટની નકલ માંગી શકે છે.અને  આ પછી ED નક્કી કરે છે કે મામલો મની લોન્ડરિંગનો છે કે નહીં.

ED પાસે CBI અને NIA કરતાં વધુ સત્તા છે.દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ રચાયેલી CBI​​​​​​​ને કોઈપણ રાજ્યમાં પ્રવેશવા માટે રાજ્ય સરકારની મંજુરી જરૂરી છે.અને જો કોર્ટના આદેશ પર તપાસ થઈ રહી હોય તો CBI​​​​​​​ ગમે ત્યાં જઈ શકે છે.પૂછપરછ અને ધરપકડ પણ કરી શકે છે.ભ્રષ્ટાચારના મામલામાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે CBI​​​​​​​​​​​​​​એ તેમના વિભાગની મંજુરી પણ લેવી પડે છે.એ જ રીતે, રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA ને કાયદેસરની સત્તા NIA એક્ટ 2008થી ​​​​​​મળે છે. NIA સમગ્ર દેશમાં કામ કરી શકે છે, પરંતુ તેનો કાર્યક્ષેત્ર માત્ર આતંકવાદ સંબંધિત કેસ પૂરતો મર્યાદિત છે.

અને આ બેથી વિપરીત, EDએ કેન્દ્ર સરકારની એકમાત્ર તપાસ એજન્સી છે, જેને મની લોન્ડરિંગના કેસમાં રાજકારણીઓ અને અધિકારીઓને સમન્સ મોકલવા અથવા તેમની સામે કાર્યવાહી કરવા માટે સરકારની મંજુરીની જરૂર નથી. ઇડી દરોડા પાડીને પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. જો કે, જો મિલકત વપરાશમાં હોય, જેમ કે ઘર અથવા હોટલ, તો તેને ખાલી કરી શકાતી નથી.મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ED દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિ માટે જામીન મેળવવા ખૂબ મુશ્કેલ છે. આ કાયદા હેઠળ, કોર્ટ તપાસ અધિકારીને આપેલા નિવેદનને પુરાવા તરીકે માને છે, જ્યારે અન્ય કાયદા હેઠળ આવા નિવેદનની કોર્ટમાં કોઈ કિંમત હોતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 વર્ષમાં 147 અગ્રણી નેતાઓ EDના સકંજામાં છે, જેમાંથી 85% વિપક્ષના નેતાઓ છે.વર્ષ 2022માં ખાનગી સમાચાર પત્રએ  તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે EDએ છેલ્લા 18 વર્ષમાં 147 અગ્રણી રાજકારણીઓની તપાસ કરી છે. આમાંથી 85% વિપક્ષના નેતાઓ હતા.2014 પછીના NDA શાસનના 8 વર્ષમાં, રાજકારણીઓ વિરુદ્ધ EDના ઉપયોગમાં 4 ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન વિપક્ષના 115 નેતાઓ સહિત 121 રાજકારણીઓ તપાસ હેઠળ આવ્યા હતા. મતલબ કે આ સમયગાળા દરમિયાન વિપક્ષના 95% નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો 2004 અને 2014 વચ્ચે યુપીએ શાસન દરમિયાન EDએ માત્ર 26 રાજકારણીઓની તપાસ કરી હતી. તેમાં વિપક્ષના 14 નેતાઓ એટલે કે લગભગ 54% સામેલ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….