Politics/ રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનની રાજનીતિમાં એક અલગ રંગ જોવા મળી રહ્યો છે.

Top Stories India
2 4 રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનની રાજનીતિમાં એક અલગ રંગ જોવા મળી રહ્યો છે. ફરી ફરીને વાત સામે આવી રહી છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે All is not Well. જી હા, આ વચ્ચે સમાચાર સામે આવ્યા કે સચીન પાયલોટ પોતાની જુની માંગને મનાવવા દિલ્હી તરફ પ્રયાણ કર્યુ છે.

આનંદો / વધુ એક વેક્સિન નોવાવેકસના પરિણામો પ્રોત્સાહક : સીરમ ઇન્સ્ટિટયૂટ શરૂ કરશે ઉત્પાદન

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં રાજનીતિક નાટકની શરૂઆત ફરી એકવાર થઇ ગઇ છે. રાજ્યમાં રાજકીય નાટકોની વચ્ચે, તાજેતરમાં કંઇ સ્પષ્ટ દેખાઈ રહ્યું નથી. જયપુરમાં રાજકીય પારો વધી ગયો છે. દરમ્યાન છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં બેઠેલા સચિન પાયલોટ હવે મુખ્યમંત્રી ગેહલોત સામે બાયો ચઢાવવાની તૈયારી સાથે પોતાની જુની માંગનો જવાબ માંગવા આવ્યા છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન પાયલોટ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળી શક્યા નહોતા. આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે પાયલોટે બળવો કર્યો ત્યારે તેમની સાથે રહેલા ધારાસભ્યો હવે ગેહલોતની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. બસપાથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો પાયલોટ અને તેના છાવણીનાં ધારાસભ્યોને ગદ્દાર બોલાવી રહ્યા છે. જો કે, આના પર, પાયલોટ કેમ્પે પ્રતિક્રિયા આપી છે અને તેમને એક અરીસો બતાવ્યો છે. થોડા દિવસો પહેલા જિતિન પ્રસાદ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ સચિન પાયલોટ કેમ્પ ફરી એકવાર સક્રિય થઈ ગયો હતો. પાયલોટ દબાણ બનાવવા માટે દિલ્હી પહોંચી ગયા હતા. વ્યૂહરચનાનાં ભાગરૂપે, તેમની પાર્ટી હાઈકમાન્ડને મળવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તે રાહુલ અને પ્રિયંકા બંનેને મળી શક્યા નહીં. પક્ષનાં ઉચ્ચ નેતાઓએ તેમને સમય આપ્યો ન હોવાની ચર્ચાઓ તેજ બની છે. જો કે, આ દરમ્યાન, રાજસ્થાનમાં ઘટનાઓ ઝડપથી બદલાઈ રહી છે. અગાઉ દબાણ હેઠળ દેખાતા ગહેલોતે પાયલોટ કેમ્પનાં કેટલાક ધારાસભ્યોને પોતાની બાજુમાં લીધા છે.

મુલાકાત / કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે PM મોદીને મળવા CM શિવરાજ દિલ્હી પહોંચ્યા, આજે 12 વાગ્યે મીટીંગ

ગયા વર્ષે પાયલોટ સાથે કોંગ્રેસ વિરુદ્ધ બળવો કરનારા ધારાસભ્ય ભંવરલાલ શર્માએ મંગળવારે યુ-ટર્ન લીધો હતો. તેમણે કહ્યું કે ગેહલોતને હાઈકમાન્ડ દ્વારા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. સચિન એક નેતા છે, પરંતુ ગેહલોત એક સુપર નેતા છે. પાયલોટે તેમને નેતા તરીકે પણ માનવું પડશે. અન્ય બે ધારાસભ્યો વિશવેન્દ્રસિંહ અને પીઆર મીનાએ પણ ગેહલોત કેમ્પ તરફ વળ્યા હતા. આ ત્રણેય ધારાસભ્યો પાઇલટના નજીકનાં મિત્રો માનવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, સચિન પાયલોટથી લઈને તેમના સમર્થકો સુધી સૌથી વધુ તે વાતને લઇને ચર્ચા છે કે તેમની વાપસી દરમ્યાન બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની સમાધાન સમિતિ દ્વારા અત્યાર સુધીનાં મુદ્દાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડ તરફથી પણ આમાં કોઈ રસ આપવામાં આવતો નથી. તાજેતરમાં સચિન પાયલોટે પણ પોતાના એક નિવેદનમાં આનો ઉલ્લેખ કર્યો છે. નિષ્ણાંતોનું માનીએ તો સચિન ઇચ્છે છે કે સમિતિ આ મામલામાં વહેલી તકે પોતાનો અહેવાલ રજૂ કરી શકે  છે, જેથી તેમના સમર્થકોનો વિશ્વાસ વધે. આપને જણાવી દઈએ કે પંજાબનાં મામલે પણ હાઈકમાન્ડે સમિતિની રચના કરી હતી અને 10 દિવસમાં કમિટીનો અહેવાલ લીધો હતો. જોકે, રિપોર્ટ પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

majboor str 17 રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ