Not Set/ “વાયુ”કાળમાં 199 સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

“વાયુ” જાણે સરકારની સંકટ સમય સામે લડવાની કટ્ટીબ્ધતા અને તૈયારીનું એડિટ કરવા માટે જ આવ્યું હોય અને તૈયારી જોઇને ધામેથી બાજૂમાંથી ચાલતી પકડી હોય તેમ, અંતે ઓમાન ફંટાઇ ગયું. પરંતુ આ બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં આનેક વિવિધ સરાહનીય વાતો જોવા મળી 2 દિવસમાં સરકાર દ્રારા તમામ તૈયારી કરી દેવામાં આવી, વિવિધ નાની-નાની બાબતોનું પણ ધ્યાન સરકારે […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
vayu "વાયુ"કાળમાં 199 સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

“વાયુ” જાણે સરકારની સંકટ સમય સામે લડવાની કટ્ટીબ્ધતા અને તૈયારીનું એડિટ કરવા માટે જ આવ્યું હોય અને તૈયારી જોઇને ધામેથી બાજૂમાંથી ચાલતી પકડી હોય તેમ, અંતે ઓમાન ફંટાઇ ગયું. પરંતુ આ બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં આનેક વિવિધ સરાહનીય વાતો જોવા મળી 2 દિવસમાં સરકાર દ્રારા તમામ તૈયારી કરી દેવામાં આવી, વિવિધ નાની-નાની બાબતોનું પણ ધ્યાન સરકારે રાખ્યું, ફક્ત માણસો જ નહી પશુંઓને પણ સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હતા. સરકારે10 જિલ્લાની 6 હજાર જેટલી સગર્ભા મહિલાઓ માટે પણ અલાયદી વ્યાવસ્થા કરી હતી. સરકારની કામગીરી અને વ્યવસ્થા તો પ્રશંસાપાત્ર રહી જ પણ સામાન્ય નાગરીકો અને સેવાકીય સંસ્થાઓ દ્રારા પણ ઉમદા કામગીરી કરવામા આવી અને આનો ઉત્તમ નમુનો એ હતો કે 2 દિવસમાં 5 લાખ જેટલા ફૂડ પેકેટો બનાવી યોગ્ય જગ્યા સુધી પહોંચાડી પણ દેવામા આવ્યા હતા.

108 "વાયુ"કાળમાં 199 સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

તમામ વ્યાલસ્થાની સાથે સાથે સરકાર દ્રારા કરવામા આવેલ સગર્ભા મહિલા માટેની સ્વાસ્થય વ્યાવસ્થાની  આયોજનબદ્ધ કામગીરીની ચોમેર પ્રશંસા પણ થઈ રહી છે. ખાસ કરીને વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા મહિલાઓને અસુરક્ષિત સ્થાનથી લઈ સુરક્ષિત સ્થાન એટલે કે હોસ્પિટલમાં સુધી ખસેડવાની અને તેમની પ્રસુતિ સમયે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનાં માનવીય અભિગમવાળું આયોજન કરવાની કામગીરી બદલ રૂપાણી સરકારનાં વિવિધ વિભાગ-તંત્ર અને NDRF સહિત બચાવ ટીમની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

vayu1 "વાયુ"કાળમાં 199 સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

આપને જણાવી દઇએ કે વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ખાસ સૂચનથી 10 જિલ્લાની ફુલ 5950 સગર્ભા બહેનોને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી સુરક્ષિત સ્થાનો તેમજ હોસ્પિટલોમાં સલામતી પૂર્વક ખસેડી જરૂરી તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. આ દરમિયાન 199 જેટલી સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી છે. અને આ તમામ જચ્ચા-બચ્ચા સ્વસ્થ હોવાની માહિતી પણ પ્રપ્ત થાય છે ત્યારે કહી શકાય કે વાયુકાળ દરમિયાન ગુજરાતમાં 199 બાળવાયુઓએ જન્મ લીધો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.