Ajab Gajab News: એક સાથે નવ બાળકોનો જન્મ થવો એ દુર્લભ ગણાય છે. એ પણ જો એક જ પ્રેગ્નન્સીમાં 9 બાળકોનો જન્મ સમગ્ર વિશ્વને અચરજ પમાડતો કિસ્સો કહી શકાય છે. મેડિકલ સાયન્સ માટે પણ આ ચમત્કાર કહી શકાય તેમ છે. આવા કિસ્સાઓમાં બાળકોનો જન્મ થયા પછી તેમના જીવવાની અપેક્ષાઓ ઓછી થઈ જાય છે.
આંગળીને વેઢે ગણી શકાય તેમાંનો ઓ એક કિસ્સો છે. આ અચરજ પમાડતો કિસ્સો માલીના એક કપલનો છે. હાલીમાં સિસે નામની એક મંહિલાએ 2021માં એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, આ બધા બાળકોની સેફ ડિલિવરી થઈ હતી. આજે આ નવ બાળકો ત્રણ વર્ષના થવાના છે. કદાચ દુનિયાનો પ્રથમ કિસ્સો હશે જે આટલું જીવ્યા હોય. ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ મુજબ એક પ્રેગ્નન્સીમાં 9 બાળકો જન્મ્યા હોય તેવો પ્રથમ કિસ્સો બનવા પામ્યો છે.
માલીમાં રહેતી હાલીમા નામની મહિલાએ એક સાથે 5 દીકરા અને 4 દીકરીઓને જન્મ આપ્યો હતો. બધા બાળકોનું આરોગ્ય સ્વસ્થ છે. આ બાળકો હવે ત્રણ વર્ષના થવાના છે.
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…