Ajab Gajab News/ અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ બમણી ઉંમરના વિકલાંગ સાથે યુવતીને થયો પ્રેમ

કહેવાય છે કે પ્રેમને કોઈ ભાષા કે ઉંમરનું બંધન નડતું નથી. આવું જ કંઈક પાકિસ્‍તાની દંપતી સાથે પણ થયું. વાસ્‍તવમાં પાકિસ્‍તાનની રહેવાસી 25 વર્ષની જુબિયાને 52 વર્ષીય કાદિર સાથે પ્રેમ થઈ ગયો હતો. જયારે ઝુબિયાએ કાદિરને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્‍યારે તેણે પણ હા પાડી.

Top Stories Ajab Gajab News
Ajab prem અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ બમણી ઉંમરના વિકલાંગ સાથે યુવતીને થયો પ્રેમ
  • યુવતીએ પોતે જ વિકલાંગ પ્રેમીને પ્રપોઝ કર્યુ
  • દિલ કી બાત બતા દેતા હૈ ચહેરા
  • યુવતીના ભાઇનો મિત્રો હતો પ્રેમી
  • ભાઇના મોત પછી સારી રીતે કરી દેખભાળ

નવી દિલ્‍હીઃ કહેવાય છે કે પ્રેમને કોઈ ભાષા કે ઉંમરનું બંધન નડતું નથી. આવું જ કંઈક પાકિસ્‍તાની દંપતી સાથે પણ થયું. વાસ્‍તવમાં પાકિસ્‍તાનની રહેવાસી 25 વર્ષની જુબિયાને (Jubia) 52 વર્ષીય કાદિર (Kadir) સાથે પ્રેમ થઈ ગયો હતો. જયારે ઝુબિયાએ કાદિરને લગ્ન માટે પ્રપોઝ (Propose) કર્યું ત્‍યારે તેણે પણ હા પાડી.

સૌથી અનોખી વાત એ છે કે કાદિર વિકલાંગ (Ortistrist)છે, તે ન તો કંઈ બોલી શકે છે અને ન તો કંઈ સાંભળી શકે છે. આમ છતાં ઝુબિયા તેનું દિલ સમજી ગઈ. યુટ્‍યુબર (Youtuber) સૈયદ બાસિત અલીએ તેમની ચેનલ પર કપલની લવ સ્‍ટોરી શેર કરી છે.

યુટ્‍યુબને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં જુબિયાએ જણાવ્‍યું કે તેના માતા-પિતાના મૃત્‍યુ બાદ તે તેના મોટા ભાઈ સાથે રહેવા લાગી હતી. કાદિર તેના ભાઈનો નજીકનો મિત્ર હતો. બંનેની ખૂબ સારી બોન્‍ડિંગ હતી. એક દિવસ તેના ભાઈનું એક દર્દનાક માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ થયું. ભાઈના ગયા પછી તે સાવ એકલી પડી ગઈ. આ દરમિયાન કાદિર સાથે તેની નિકટતા વધવા લાગી.

જુબિયાના કહેવા પ્રમાણે, કાદિર ખૂબ જ સંભાળ રાખનાર સ્‍વભાવનો છે. તે તેમની ખૂબ કાળજી લે છે. તેનો સ્વભાવ અને તેની નિર્દોષતા તેને પસંદ હતી.. આ પછી તેણે પોતે જ કાદિરને પ્રપોઝ કર્યું, ત્‍યારબાદ બંનેએ લગ્ન કરી લીધા . જુબિયા કહે છે કે કાદિર વિકલાંગ છે, તેથી તેણે ઇશારામાં જ પોતાનો પ્રેમ વ્‍યક્‍ત કર્યો હતો. કાદિરે પણ શરમાઈને ઝુબિયાનો પ્રસ્‍તાવ સ્‍વીકારી લીધો. કાદિરે ઈશારામાં કહ્યું કે તે ઝુબિયાને ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચોઃ

ઓ વુમનીયા ઓહો હો હો../ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1962થી 2017 સુધી મહિલાઓનું વર્ચસ્વ કેવુ રહ્યું..જાણો મતદારોનો મૂડ

Gujarat Election 2022/ દસવી પાસઃ ગુજરાત ભાજપના 25 ટકા ઉમેદવારોની આટલી જ છે