Shocking/ વિમાન લેન્ડિંગ સમયે થયુ અસંતુલિત અને પછી જે થયુ તે જોઇ તમારા ઉડી જશે હોશ

વિશ્વનાં સૌથી વ્યસ્ત યુકેનાં હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન, એક પ્લેન અટકી ગયું અને વિચાર્યું કે તે ક્રેશ થશે, પરંતુ તુરંત જ ગ્રાઉન્ડ ટચ પછી, તે ફરી એકવાર ઉડાન ભરી ગયું. જે બાદ સુરક્ષિત ઉતરાણ થયું હતું.

Ajab Gajab News
11 43 વિમાન લેન્ડિંગ સમયે થયુ અસંતુલિત અને પછી જે થયુ તે જોઇ તમારા ઉડી જશે હોશ

આજનાં સમયમાં દુનિયાભરમાં અનેક અકસ્માતો થાય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, વિશ્વનાં સૌથી વ્યસ્ત યુકેનાં હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન, એક પ્લેન અટકી ગયું અને વિચાર્યું કે તે ક્રેશ થશે, પરંતુ તુરંત જ ગ્રાઉન્ડ ટચ પછી, તે ફરી એકવાર ઉડાન ભરી ગયું. જે બાદ સુરક્ષિત ઉતરાણ થયું હતું.

આ પણ વાંચો – ગુજરાત /  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ રેલવે સ્ટેશન આ શહેરમાં બનશે, 4 વર્ષ પછી દોડશે પહેલી બુલેટ ટ્રેન

અત્યારે આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને લોકોનાં હોશ ઉડી ગયા છે. જણાવી દઇએ કે, જ્યારે પ્લેનનાં પાઇલોટે એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લગભગ 144 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. તેનું કારણ તોફાન હતું. આપને જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં એરબસ-એ321 એરક્રાફ્ટ જમીનને અડતા જ સંતુલન ગુમાવી દે છે. બ્રિટિશ એરવેઝે આ ઘટના અંગે સ્પષ્ટતા આપી છે. બીજી તરફ જો વીડિયોની વાત કરીએ તો વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિમાનનાં લેન્ડિંગ સમયે બંને પૈડા એક સાથે જમીનને સ્પર્શે છે અને પૈડા ઘસવાને કારણે ધુમાડો નીકળે છે. ત્યારપછી એવું લાગે છે કે પ્લેન પોતાનું સંતુલન ગુમાવી બેઠું છે અને એક તરફ ઝૂકી રહ્યું છે. આવી સ્થિતિમાં પૈડાં જમીનને અડે કે તુરંત જ તેનું સંતુલન બગડે છે, તે ક્રેસ થઇ જશે તેવુ જ લાગે છે. પરંતુ પાઇલોટની સમજદારીનાં કારણે, વિમાન આકાશ તરફ ઉડી જવામાં સફળ રહે છે, જો કે આ વચ્ચે વિમાનનો પાછળનો ભાગ જમીનને સ્પર્શી જાય છે.

આ પણ વાંચો – ગુજરાત /  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ રેલવે સ્ટેશન આ શહેરમાં બનશે, 4 વર્ષ પછી દોડશે પહેલી બુલેટ ટ્રેન

જોકે આની કોઈ અસર થતી નથી. આપને જણાવી દઈએ કે, હાલમાં જ બ્રિટિશ એરવેઝનાં પ્રવક્તાએ કહ્યું હતું કે તમામ પાઇલોટ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેઓ ખરાબ હવામાન અને પરિસ્થિતિઓમાં વિમાનને સંભાળે છે. વાયરલ વીડિયો પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવી છે. યુઝર્સ પાઇલોટનાં વખાણ કરી રહ્યા છે.