Not Set/ કરિશ્મા તન્નાએ શેર કર્યા હલ્દી સેરેમનીનાં ફોટા, જુઓ…

અભિનેત્રી કરિશ્મા તન્નાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગત સાંજે કરિશ્મા તન્નાની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Photo Gallery Entertainment
કરિશ્મા

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવનાર અભિનેત્રી કરિશ્મા તન્નાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગત સાંજે કરિશ્મા તન્નાની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરિશ્મા તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રીએ તેની હલ્દી સેરેમનીની ન જોયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કરિશ્મા

કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા તન્ના એટલી ક્યૂટ લાગી રહી છે કે, તમે નજર હટાવી શકશો નહીં.

કરિશ્મા

હલ્દી સમારોહમાં, કરિશ્મા તન્ના સફેદ અને સોનેરી રંગોના પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. આ ડ્રેસ સાથે તેણે મોતી અને સફેદ ફૂલોથી બનેલી જ્વેલરી કેરી કરી છે.

કરિશ્મા

સામે આવેલી આ તસવીરોમાં કરિશ્મા તન્નાની ખુશી જોવા મળી રહી છે. તેમજ બિઝનેસમેન બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે તેની જોડી પણ સુંદર લાગી રહી છે.

કરિશ્મા

લોકો કરિશ્મા તન્નાના આઉટફિટ અને જ્વેલરીના વખાણ કરી રહ્યા છે. કરિશ્મા તન્નાનો આ લુક હવે દરેક જગ્યાએ ચર્ચામાં છે.