OMG!/ આ શ્વાનને જોઇને તમને પણ થશે જલન, આલીશાન બંગલો, પ્રાઈવેટ જેટ અને અબજો રૂપિયાનો માલિક

વિશ્વના સૌથી ધનિક શ્વાનની કિંમત £277 મિલિયન છે. આ શ્વાન લાંબા સમયથી સમૃદ્ધ જીવન જીવે છે.

Ajab Gajab News Trending Videos
YouTube Thumbnail 2024 03 10T200837.206 આ શ્વાનને જોઇને તમને પણ થશે જલન, આલીશાન બંગલો, પ્રાઈવેટ જેટ અને અબજો રૂપિયાનો માલિક

જો તમે આ દુનિયાના સૌથી અમીર શ્વાન વિશે સાંભળશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ શ્વાન એવું જીવન જીવે છે કે સામાન્ય માણસ ક્યારેય વિચારી પણ ન શકે. આ શ્વાન એક વિલા અને અનેક લક્ઝરી કારનો માલિક છે. તેના સિવાય તેની પોતાની પ્રાઈવેટ જેટ અને ફૂટબોલ ક્લબ પણ છે. આ શ્વાન હાલમાં મેડોનાના જૂના મકાનમાં રહે છે જેની કિંમત 65 મિલિયન પાઉન્ડ છે. આ શ્વાન લાંબા સમયથી સમૃદ્ધ જીવન જીવે છે. જર્મન શેફર્ડ જાતિના આ શ્વાનનું નામ ગુંથર VI છે.

શ્વાન પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી?

ધ સન રિપોર્ટ મુજબ, આ શ્વાનની કિંમત £277 મિલિયન છે. આ પૈસા પર શ્વાનનું કોઈ નિયંત્રણ નથી, તેના બદલે પૈસાની દેખરેખ એક મધ્યસ્થી કરે છે, જેનું નામ મૌરિઝિયો મિયાં છે. 66 વર્ષીય મોરિઝિયો ઈટાલીના મોટા બિઝનેસમેન છે. હવે અમે તમને જણાવીશુ કે શ્વાનને આટલી સંપત્તિ ક્યાંથી મળી છે. વાસ્તવમાં, આ પ્રોપર્ટીની અસલી માલિક જર્મનીની કાર્લોટા લિબેન્સ્ટીન હતી. તેમના પરિવારમાં કોઈ નહોતું. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેમના કોઈ સંબંધી ન હતા. કોઈ તેમની નજીક ન હતા. તે  તેમના શ્વાનને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેમણે તેમની તમામ મિલકત તેમના પાલતુ શ્વાન ગુંથરને આપી દીધી હતી.

શ્વાનનું સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાયેલું છે જે તેની પીઆર ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. કાર્લોટા લિબેન્સ્ટીનના મૃત્યુ પછી, આ બધા પૈસા શ્વાન અને તેના બાળકો પર ખર્ચી શકાય, તેથી ગુંથર કોર્પોરેશન નામનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ શ્વાન અને તેની આવનારી પેઢીઓ આ સમગ્ર મિલકતના માલિક હશે. મિલકતમાંથી મળેલા પૈસાથી શ્વાન માટે ઘરો અને જહાજો બનાવામાં આવ્યા હતા. આ શ્વાનનું જીવન પર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બનાવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં