Not Set/ હવાઈ યાત્રા કરવાનું થશે મોંઘુ, આ કારણોથી વધી શકે છે ભાડું

આવી કાળ-જાળ ગરમીમાં સ્થાનિક હવાઈ સેવાનું ભાડું વધી શકે છે. આની માટે જેટ ફ્યુઅલના ભાવ જવાબદાર છે જે પાછલા 4 વર્ષમાં સૌથી ઊંચા સ્તર પર છે. આ મે ના પહેલા ૧૫ દિવસમાં ગયા વર્ષના આજ સમય સામે હવાઈ યાત્રા ભાડું ૧૭ ટકા વધી ગયું છે. ભાવમાં થતા વધારાને કારણે, હવાઈ સેવાની માંગ પર અસર પડી […]

India Trending
Jet fuel હવાઈ યાત્રા કરવાનું થશે મોંઘુ, આ કારણોથી વધી શકે છે ભાડું

આવી કાળ-જાળ ગરમીમાં સ્થાનિક હવાઈ સેવાનું ભાડું વધી શકે છે. આની માટે જેટ ફ્યુઅલના ભાવ જવાબદાર છે જે પાછલા 4
વર્ષમાં સૌથી ઊંચા સ્તર પર છે.

આ મે ના પહેલા ૧૫ દિવસમાં ગયા વર્ષના આજ સમય સામે હવાઈ યાત્રા ભાડું ૧૭ ટકા વધી ગયું છે. ભાવમાં થતા વધારાને કારણે,
હવાઈ સેવાની માંગ પર અસર પડી રહી છે. ભાડું વધવાના કારણે આ મહિનામાં લોકોએ ઓછી હવાઈ યાત્રા કરી છે.
ઈટીને યાત્રા ડોટ કોમ ના સીઓઓ શરત ઢાલના કહેવા મુજબ હવાઈ યાત્રાના ભાડાંમાં મેની શરૂઆતથી વૃદ્ધિ થઇ છે, એપ્રિલ
૨૦૧૮ ની તુલનામાં 15 ટકા અને મે ૨૦૧૭ની તુલનામાં આ વૃદ્ધિ 10 ટકા જેટલી થઇ છે.

તેમને જણાવ્યું કે ભાડું વધવાના ઘણાં કારણો છે, જેમાં જેટ ફ્યુઅલ ના ભાવમાં થયેલ ૬.૩ ટકાનો વધારો અને ગરમીની રજાઓ માં
વધતી ડિમાંડ પણ જવાબદાર છે.

ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ હવાઈ ઇંધણનો ભાવ મે ૨૦૧૮ દરમિયાન દિલ્હીમાં ૨૬.૪ ટકા વધ્યો છે. હવાઈ ઇંધણના
ભાવ વધવાથી હવાઈ સેવાના ભાવ ૫૦ ટકા જેટલા વધી જાય છે, ભાવ વધારાની અસર ડિમાંડ પર પણ પડે છે.