MANTAVYA Vishesh/ અમેરીકા ઈતિહાસ રચવા માટે તૈયાર , દુનિયાનું સૌથી મોટું પ્લેન બનાવવાનું એલાન

અમેરીકા ઈતિહાસ રચવા માટે તૈયાર છે.અમેરીકામાં  વિશ્વનું સૌથી મોટું પ્લેન બનાવવામાં આવી રહ્યું છે. આ વિમાનની  અંદર 3 ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ ફિટ થઈ શકે તેમ છે.તેની અન્ય પણ ગણી વિશેષતાઓ છે.જુઓ અમારો આ વિશેષ અહેવાલ…

Top Stories Mantavya Vishesh
mantavya vishesh
  • અમેરીકા ઈતિહાસ રચવા માટે તૈયાર
  • દુનિયાનું સૌથી મોટું પ્લેન બનાવવાનું એલાન
  • રાડિયા નામની કંપની બનાવી રહી છે વિમાન
  • ઇતિહાસનું સૌથી મોટું વિમાન હશે
  • પવન ચક્કીના પાંખીયાને સરળતાથી ખસેડી શકશે

વૈશ્વિક ઉર્જાનાં સંકટ  વધી રહ્યો છે.ત્યારે ઉર્જાના ઉત્પાદન પવન ચક્કીએ મહત્વનો વિકલ્પ બની ગઈ છે.તેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ચક્કી એક સંભવિત વિકલ્પ બની રહી છે.પવન ચક્કીઓ માં પણ મોટી પવન ચક્કીઓ સામાન્ય પવન ચક્કી કરતા વધુ વીજળી ઉત્પન્ન કરે છે.પરંતુ મોટી પવન ચક્કીઓની સાધન સામગ્રી રસ્તા દ્વારા એક જગ્યા એથી બીજી જગ્યા એ પરિવહન કરવા માટે ખૂબ મોટી છે.અને તે ખુબ જ મુશ્કેલીઓ પેદા કરે છે.તેને લઈ જવામાં ખુબ તકલીફો  આવતી હોય છે. ત્યારે  હવે આ સમસ્યાનો ઉકેલ અમેરિકાના કોલોરાડો સ્થિત એનર્જી સ્ટાર્ટઅપ રાડિયાએ શોધી કાઢ્યો છે.અને રાડિયાએ ઉડ્ડયનના ઈતિહાસમાં સૌથી મોટું વિમાન વિકસાવવાનું નક્કી કર્યું છે.તેમણે આ વિમાનને બનાવવા પર કામ પણ શરૂ કરી દીધું છે. ત્યારે આ કંપની જે વિન્ડરનર એરોપ્લેન બનાવી રહી છે તેનું મિશન પવન ચક્કિની વિશાળ 300-ફૂટ લાંબી બ્લેડને સીધા જ્યાં પવન ચક્કી મુકવાની હોય તે  ખેતરોમાં પહોંચાડવાનું છે.

તો આ એરક્રાફ્ટ  વિશ્વને તેના ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ પણ કરશે.આ વિમાન ટકાઉ ઉડ્ડયન ઇંધણનો ઉપયોગ કરશે અને જમીન પર ઉતરવા  માટે માત્ર એક સરળ રનવેની જરૂર પડશે.ખેતરો માં વૃક્ષો.ખરાબ રસ્તા વગેરે જેવી અનેક સમસ્યાઓ હોય છે.. ત્યારે આ વિમાન ખુબ સરળતાથી અને ઓછી જગ્યામાં ઉતરી શકશે.આ વિમાન 6,000 ફીટ એટલે કે 1,800 મીટર પર એરસ્ટ્રીપ્સ પર ઉતરી શકે છે. એક અહેવાલ મુજબ, રાડિયાનું કહેવું છે કે આ વિમાન  પ્રાદેશિક કેન્દ્રોથી કામ કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં સેવાઓ આપશે.અને આ એરક્રાફ્ટ એવું કંઈ નથી કરી શકતું જે અન્ય કોઈ મોટા કોમર્શિયલ એરક્રાફ્ટ ન કરી શકે.તે તમામ પ્રકારની કામગીરી કરી શકે છે.

 આ એરક્રાફ્ટમાં અન્ય પણ અનેક વિશેષતાઓ રહેલી છે. વિન્ડરનર પાસે કાર્ગો બે વોલ્યુમ 272,000 ક્યુબિક ફૂટ હશે.અને જે ત્રણ ઓલિમ્પિક નાં સ્વિમિંગ પૂલ રાખવા માટે પૂરતું છે.તેમાં ત્રણ ઓલિમ્પિક નાં સ્વિમિંગ પૂલ બનાવી શકાય તેટલી તેની ક્ષમતા છે. આ બોઇંગ 747-400 કરતા 12 ગણું છે. તે 356 ફૂટના સ્પાન સાથે 127 ફૂટ લાંબુ પણ છે. જો તેની પાંખોની વાત કરવામાં આવે  તો તે 261 ફૂટ છે…. તે એન્ટોનોવ એન- 225 ને પણ નાનું કરશે, આપને જણાવી દઈએ કે એન્ટોનોવ એન- 225  અત્યાર સુધીનું સૌથી ભારે વિમાન છે, જે યુક્રેન પર રશિયાના આક્રમણની શરૂઆતમાં નાશ પામ્યું હતું.

રાડિયા કહે છે કે તે વર્તમાન ટેકનોલોજી અને સુરક્ષા પર ધ્યાન આપી રહી છે.તે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન FAA ની મંજૂરી ધરાવતી અજમાયશ, સાચી ઉડ્ડયન સામગ્રી અને બાંધકામ તકનીકોનો ઉપયોગ કરી રહી છે.કંપનીનો વિચાર એરોસ્પેસ ઉદ્યોગના માપદંડોને પૂર્ણ કરતા સુવ્યવસ્થિત કાફલા સાથે જમીન પર દોડવાનો છે. એવું કહેવાય છે કે તે 2027 સુધીમાં વ્યવસાયિક રીતે કાર્યરત થઈ જશે પરંતુ રાડિયાની વેબસાઈટ પર કોઈ તારીખ આપવામાં આવી નથી.આવી સ્થિતિમાં વિન્ડરનર ક્યારે લોન્ચ થઈ શકે છે તેના પર નજર છે.

તો આ મહત્વાકાંક્ષી દાવાઓ પાછળનો માણસ છે રાડિયાના સ્થાપક અને સીઇઓ માર્ક લંડસ્ટ્રોમ, જે ક્રોસ-ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગસાહસિક અને MIT એરોસ્પેસ એન્જિનિયર છે.તેમણે 2016માં રાડિયાની સ્થાપના કરી હતી. કંપની કહે છે કે તેની સલાહકારોની ટીમમાં બોઇંગ, MIT,રોલ્સ રોયસ અને FAAના ભૂતપૂર્વ ટોચના અધિકારીઓ તેમજ યુએસ એનર્જી સેક્રેટરી અર્નેસ્ટ મોનિઝ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન માલ્કમ ટર્નબુલનો સમાવેશ થાય છે.

ત્યારે યુએસ સ્ટેટ કોલોરાડો સ્થિત રાડિયા એનર્જી સ્ટાર્ટઅપ વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ પર કામ કરી રહી છે.અને આ વિમાનનું મિશન વિશાળ 300-ફૂટ લાંબા બ્લેડ સીધા ખેતરમાં પહોંચાડવાનું છે. તો આ વિમાન વિશ્વને તેના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તે ટકાઉ ઉડ્ડયન બળતણનો ઉપયોગ કરશે.કંપનીનું વિન્ડરનર એરપ્લેન ખાસ રીતે કામ કરી રહ્યું છે. આ વિમાનનું મિશન વિશાળ 300-ફૂટ લાંબા બ્લેડ સીધા ખેતરમાં પહોંચાડવાનું છે.આ વિમાન વિશ્વને તેના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે.

તો એરક્રાફ્ટ વિશે બહાર આવેલી માહિતી અનુસાર, તે 6,000 ફૂટ જેટલી નાની એરસ્ટ્રીપ્સ પર લેન્ડ કરી શકે છે.જે પોતાનામાં એક મોટી વાત હશે, કારણ કે અન્ય કોઈ મોટા કોમર્શિયલ એરક્રાફ્ટ માટે તે શક્ય નથી.

ત્યારે એનર્જી સ્ટાર્ટઅપ રાડિયા કહે છે કે નવા એરક્રાફ્ટનું સ્કેલ અભૂતપૂર્વ હોઈ શકે છે. પરંતુ એન્જિનિયરિંગ એવું નથી. આ એરક્રાફ્ટને સેફ્ટી પર ધ્યાન આપીને જૂની ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.એરક્રાફ્ટ માટે યોગ્ય ઉડ્ડયન સામગ્રી, ઘટકો અને ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આમ વિશ્વનું સૌથી મોટું વિમાન ઇતિહાસ રચવા તૈયાર છે. યુએસ સ્ટેટ કોલોરાડો સ્થિત રાડિયા એનર્જી સ્ટાર્ટઅપ એક ખાસ વિચાર પર કામ કરી રહ્યું છે.અને વિચાર ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોટા એરક્રાફ્ટ બનાવવા વિશે છે.આ વિમાનથી પવન ચક્કીની 300 ફૂટ લાંબી બ્લેડને સીધા ખેતરમાં પહોંચાડી શકાશે. સાથે જ તે ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને પૂર્ણ કરશે.આ એરોપ્લેન વિશ્વને તેના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. કારણ કે તે ટકાઉ ઉડ્ડયન બળતણનો ઉપયોગ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે