Not Set/ આર્થિક ગણતરી કરવા ગયેલી મહિલા પર CAA-NRC સર્વેક્ષણની હતી શંકા અને પછી થયુ આ…

હમણા સુધી સીએએનો રસ્તાઓ પર વિરોધ થઇ રહ્યો હતો, પરંતુ હવે રાજસ્થાન ક્વોટાથી આવતા સમાચારો ચિંતાજનક છે. કોટામાં મહિલા કર્મચારી નજીરન બાનો આર્થિક ગણતરી કરવા ગઈ હતી. લોકોએ મહિલા પર આરોપ લગાવ્યો હતો કે તેણી જે ડેટા એકત્રિત કરવા માટે આવી છે તે નાગરિકત્વનાં કાયદા માટે છે. નજીરન બાનોએ આરોપ લગાવ્યો હતો કે, લોકોએ મારો […]

Top Stories India
nazreen આર્થિક ગણતરી કરવા ગયેલી મહિલા પર CAA-NRC સર્વેક્ષણની હતી શંકા અને પછી થયુ આ...

હમણા સુધી સીએએનો રસ્તાઓ પર વિરોધ થઇ રહ્યો હતો, પરંતુ હવે રાજસ્થાન ક્વોટાથી આવતા સમાચારો ચિંતાજનક છે. કોટામાં મહિલા કર્મચારી નજીરન બાનો આર્થિક ગણતરી કરવા ગઈ હતી. લોકોએ મહિલા પર આરોપ લગાવ્યો હતો કે તેણી જે ડેટા એકત્રિત કરવા માટે આવી છે તે નાગરિકત્વનાં કાયદા માટે છે. નજીરન બાનોએ આરોપ લગાવ્યો હતો કે, લોકોએ મારો ફોન છીનવી લીધો હતો અને લગભગ 1000 ઘરોનાં ડેટા એન્ટ્રી સાથે મોબાઇલ એપ્લિકેશન ડિલીટ કરી હતી.

જણાવી દઇએ કે, એનઆરસી પહેલા સરકાર આર્થિક ગણતરી કરાવી રહી છે. આમાં લોકોની આર્થિક પરિસ્થિતિ વિશે માહિતી લેવામાં આવી રહી છે. આ માહિતી માટે, રાજસ્થાન સરકારની મહિલા કર્મચારી કોટાનાં ક્ષેત્રનો સર્વે કરવા ગઈ હતી. લોકો પાસેથી પ્રાપ્ત માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં સેવ કરવામાં આવી રહી હતી. કેટલાક લોકોને આશંકા થઇ કે નજીરન બાનો સીએએનો સર્વે કરી રહી છે. જે બાદ તેઓએ તેનો ફોન છીનવી લીધો અને અંદર રહેલા ડેટા સહિત એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં આજે નાગરિકતા સુધારો અધિનિયમને લઇને વિરોધ ખૂબ થઇ રહ્યો છે. દિવસો જતા આ વિરોધમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારે સીએએ બાદ એનઆરસી લાગુ કરવાની વાત કરી છે જે પહેલા દેશમાં એનપીઆર કરવામાં આવશે. એનપીઆર દર દસ વર્ષે થાય છે ત્યારે આ વખતે એનપીઆરમાં સરકાર દ્વારા બદલાવ કરવામાં આવ્યો છે ત્યારે તેમા દેખાઇ રહેલા બદલાવને નાગરિકો તેમના વિરુદ્ધ માની રહ્યા છે, જેનુ પરિણામ આજે જોવા મળ્યુ કે, એક મહિલા નજીરન બાનો આર્થિક ગણતરી કરવા ગઇ ત્યારે અમુક લોકો આ ગણતરીને સીએએ, એનઆરસી, એનપીઆર થી જોડી તેના ફોનને પહેલા છીનવી લીધો અને ત્યારબાદ તેમા રહેલી માહિતી અને એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.