Political/ યોગ્ય સમય આવશે ત્યારે J&K ને આપવામાં આવશે પૂર્ણ રાજ્યનો દરજ્જો: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જમ્મુ-કાશ્મીર મુદ્દા પર લોકસભામાં વિરોધીઓને એક પછી એક જવાબ આપ્યો.

India
PICTURE 4 171 યોગ્ય સમય આવશે ત્યારે J&K ને આપવામાં આવશે પૂર્ણ રાજ્યનો દરજ્જો: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જમ્મુ-કાશ્મીર મુદ્દા પર લોકસભામાં વિરોધીઓને એક પછી એક જવાબ આપ્યો. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2021 પર ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યો દ્વારા અનેક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસને પહેલા જવાબ આપતા શાહે કહ્યું કે, “આર્ટિકલ 370 ને હટાવવામાં આવે 17 મહિના થયા છે, તમે 70 વર્ષ શું કર્યું છે, શું તમે તેનો હિસાબ લઇને આવ્યા છો? વધુમાં શાહે કહ્યુ કે, જે લોકોને પેઢીઓ સુધી શાસન કરવાની તક આપવામાં આવી હતી, તેઓ પોતાની અંદર જોવે કે અમે હિસાબ માંગવા લાયક છીએ કે નહી.”

શાહે કહ્યું હતું કે, અત્યાર સુધી વહીવટ ત્યાંની પરિસ્થિતિને સંભાળી રહ્યો હતો કે કોવિડ આવી ગયુ. શાહે કહ્યું કે, હું ‘દરેક કામમાં એક, આના-પાઈનો હિસાબ આપું છું’. કોરોના રોગચાળા વચ્ચે સંસદનું બજેટ સત્ર ચાલુ છે. રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે 8 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે લોકસભાની કાર્યવાહી શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ હતી. પ્રથમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટને લઈને વિપક્ષી પાર્ટીઓનાં પ્રશ્નોનાં જવાબો આપ્યા હતા. આ પછી ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહ સમક્ષ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. વળી, કલમ 370 પર કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતુ.

લોકસભામાં અમિત શાહે કહ્યું કે, અમને પૂછવામાં આવ્યું કે, આર્ટિકલ 370 નાં રદ થયા દરમિયાન કરવામાં આવેલા વચનોનું શું થયું? આ લેખ રદ થયાને 17 મહિના થયા છે અને હવે તમે તેના માટે હિસાબ માંગી રહ્યા છો. શું તમે છેલ્લા 70 વર્ષોનો હિસાબ આપ્યો છે? શાહનાં કહેવા પ્રમાણે, જો કોંગ્રેસે પોતાનું કામ બરાબર કર્યું હોત તો આજે તેમને પૂછવાની જરૂર નહોતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો બિલ, 2021) નો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અધિકાર આપવા સાથે કંઈ લેવા-દેવા નથી, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

NEW DELHI / અજીત ડોભાલના ખૌફમાં જીવી રહ્યું છે પાકિસ્તાન, જૈશના આતંકી પાસે NSA ઓફિસની કરાવી રેકી

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

Earthquake / મેં ધાબળો લીધો અને ભાગ્યો, ફોન લેવાનું પણ યાદ ન રહ્યું, ભૂકંપ એટલો શક્તિશાળી હતો: ઉમર અબ્દુલ્લા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ