Not Set/ રાજસ્થાનમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળ્યો

જયપુર, ભારતીય ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર શોધી કાઢ્યો છે. ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગના ડાયરેક્ટર એન કુટુમ્બા રાવે આ દાવો કર્યો છે. રાવના મતે રાજસ્થાનમાં 2010થી અત્યાર સુંધીમાં 8.11 ટન તાંબાનો ભંડાર મળી ચુક્યો છે. તાંબાનુ પ્રમાણ 0.38 ટકા જેટલુ છે. તેમણે જણાવ્યુ હતું […]

India
રાજસ્થાનમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળ્યો

જયપુર,

ભારતીય ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર શોધી કાઢ્યો છે. ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગના ડાયરેક્ટર એન કુટુમ્બા રાવે આ દાવો કર્યો છે.

રાવના મતે રાજસ્થાનમાં 2010થી અત્યાર સુંધીમાં 8.11 ટન તાંબાનો ભંડાર મળી ચુક્યો છે. તાંબાનુ પ્રમાણ 0.38 ટકા જેટલુ છે. તેમણે જણાવ્યુ હતું કે, રાજસ્થાનના શિરોહી જિલ્લાના દેવાના બેડા, સાલિયોંના બેડા અને બાડમેર જિલ્લાના સિવાના વિસ્તારમાં અન્ય ખનીજાની પણ શોધ ચાલી રહી છે.

2010થી અત્યાર સુંધી રાજસ્થાનમાં 8.11 કરોડ ટન સોનાનો ભંડોળ મળ્યો છે.
રાજસ્થાનમાં થયેલ સોનાની આ શોધથી નવી શક્યતા સામે આવી છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લાના ફુકિયા દાગોચામાંથી સોનાનો ભંડાર મળ્યો છે. કટુમ્બા રાવના જણાવ્યા મુજબ, ઉદયપુર જિલ્લામાંથી 11. 48 કરોડ ટનનો સોનાનો ભંડાર મળી આવ્યો છે.

રાવે જણાવ્યુ હતું કે, રાજસ્થાનમાં ૩૫.૬૫ કરોડ ટન શિશુ રાજપુરા દરીબા ખનિજ પટ્ટીમાંથી મળી આવ્યુ છે. આ ઉપરાંત ભીલવાડા જિલ્લાના સલામપુરા અને તેની આસપાસના વિસ્તારમાંથી પણ શિશાનો જથ્થો મળી આવ્યો છે.

રાવે જણાવ્યુ હતું કે, રાજ્યમાંથી મોટાપાયે ખનીજ મળી રહ્યા છે. તેમજ પોટાસ અને ગ્લુકોનાઈટની શોધ માટે નાગોર, ગંગાપુર અને સવાઈ મોધપુરમાં ખોદકામ ચાલી રહ્યુ છે.

આ જિલ્લામાં પોટાસ અને ગ્લુકોનાઈટનો ભંડાર મળવાથી ભારતની ખનીજ મુદ્દે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે. જેથી દેશને વિદેશી હુંડિયામણમાં મોટી બચત પણ થશે.