Not Set/ રેતી ખનન કરીને ગુજરાત બહાર લઇ જવાતી ૩૩ ટ્રકો પકડાઈ

  દાહોદ દાહોદ જિલ્લામાં ગેરકાયદે ખનન  કરી માફિયાઓ દ્વારા રેતી ગુજરાતમાંથી બીજા રાજ્યમાં લઇ જવામાં આવતી હતી. આ મામલાની જાણ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારને થતા જિલ્લા કલેકટરે લીમખેડાના SDM ની દેખરેખમાં ટિમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાત્રે 12:૦૦ વાગ્યે દેવગઢ બારીયાથી લીમખેડા અને પીપલોદ થઈ દેવગઢ બારીયા રોડ પર આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. […]

Gujarat
vlcsnap 2018 02 07 18h11m12s837 રેતી ખનન કરીને ગુજરાત બહાર લઇ જવાતી ૩૩ ટ્રકો પકડાઈ

 

દાહોદ

દાહોદ જિલ્લામાં ગેરકાયદે ખનન  કરી માફિયાઓ દ્વારા રેતી ગુજરાતમાંથી બીજા રાજ્યમાં લઇ જવામાં આવતી હતી. આ મામલાની જાણ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારને થતા જિલ્લા કલેકટરે લીમખેડાના SDM ની દેખરેખમાં ટિમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાત્રે 12:૦૦ વાગ્યે દેવગઢ બારીયાથી લીમખેડા અને પીપલોદ થઈ દેવગઢ બારીયા રોડ પર આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. જેમાં મોટા ભાગની ટ્રકો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના માલિકીની હતી. જેમાં બાંસવાડા  , ક્લીનજરા , રતલામ  , મેઘનગર , ઝાલોદ ,ડુંગરપુર , લીમખેડા જેવા શહેરોનો સમાવેશ થાય છે.

આ ઓપરેશનમાં ખાનખાણીજ ના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે રાખી ચોમેરથી ખનન કરતા માફિયાઓને ઘેરતા રાત્રે આ ટિમ દ્વારા 33 ટ્રકો ગેરકાયદે રેતી ભરી ખનન કરતી ઝડપાઇ હતી

મળતી માહિતી મુજબ આ 33 ટ્રકો ને ઓવેરલોડ અને ગેર કાયદે ખનન બંને નો કેસ કરવામાં આવ્યો છે. અને અંદાજે આ બધી ટ્રકો માલી કુલ રૂપિયા 20 લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવશે.આ સમગ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.