Accident/ હિમાચલ પ્રદેશનો આ અકસ્માત તમારા રૂવાટા કરી દેશે ઉભા

હિમાચલ પ્રદેશનાં ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ખાનગી બસ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે….

India
ગરમી 14 હિમાચલ પ્રદેશનો આ અકસ્માત તમારા રૂવાટા કરી દેશે ઉભા

હિમાચલ પ્રદેશનાં ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ખાનગી બસ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે આ અકસ્માત થયો હતો. પોલીસે આઠ મૃતદેહો બહાર કાઠ્યા છે. વળી 10 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.

વર્ષા બા કેમ રોયા? / ભાવનગરમાં મેયર પદ પર શું વાઘાણીનાં લીધે વર્ષા બા નું પત્તુ કપાયું?

મળતી માહિતી મુજબ, ચંબાનાં તીસામાં કોલોની વળાંકની નજીક એક દુ:ખદ બસ અકસ્માત સર્જાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, ખાનગી બસમાં 20-25 લોકો સવાર હતા. આ ખાનગી બસ બુંદેડીથી ચંબા તરફ આવી રહી હતી જ્યારે તે વળાંકથી નીચે પટકાઇ ગઈ હતી. પોલીસ પ્રશાસન ઘાયલોને બહાર કાઠવામાં વ્યસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે અને હજી સુધી 7 મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા છે.

Gujarat: અમદાવાદનાં નવા મેયર-ડેપ્યુટી મેયરે પોતાના નામની જાહેરાત બાદ જાણો શું આપી પ્રતિક્રિયા?

મળતી માહિતી મુજબ બુધવારે સવારે દસ વાગ્યે તીસાનાં વળાંક પર બસ અનિયંત્રિત થઈને ખાડામાં પડી ગઇ હતી. બસમાં લગભગ 20 લોકો સવાર હતા. કોલેજનાં વિદ્યાર્થીઓ પણ આ બસમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનાં કકડા થઇ ગયા હતા. બસની છત અને સીટો અલગ થઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે હજી સુધી સાત મૃતદેહો બહાર કાઠ્યા છે. વળી આશરે 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

Gujarat: વડોદરાનાં નવા મેયર તરીકે જાણો કોની કરાઇ જાહેરાત?

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મૃતકનાં પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સિવાય ઈજાગ્રસ્તોને તમામ શક્ય સહાય પણ આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે 10 માર્ચે ચંબા પઠાણકોટ રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. કાંદૂ નજીક એચઆરટીસી બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 34 લોકો ઘાયલ થયાં હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ