Not Set/ ગાંધીનગર/ આશાવર્કર બહેનોને કેમ ડીટેન કરવામાં આવી…?

આંદોલનનું પાટનગર એટલેકે ગાંધીનગર ખાતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે આશાવર્કર બહેનો તેમની માંગણીને લઈને આંદોલન પર ઉતરવાની હતી. અને શાંતિ પૂર્ણ રીતે તેમની વાતની રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કર્યો હતો. તેમને શાંતિપૂર્ણ રીતે કુચ કરીને ગાંધીનગર કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપવા જવાના હતા. પરંતુ છાવણી ખાતે આ આશાવર્તેકર બહેનો તેમના આંદોલન ની શરૂઆત કરે તે […]

Uncategorized
asha worker ગાંધીનગર/ આશાવર્કર બહેનોને કેમ ડીટેન કરવામાં આવી...?

આંદોલનનું પાટનગર એટલેકે ગાંધીનગર ખાતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે આશાવર્કર બહેનો તેમની માંગણીને લઈને આંદોલન પર ઉતરવાની હતી. અને શાંતિ પૂર્ણ રીતે તેમની વાતની રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કર્યો હતો. તેમને શાંતિપૂર્ણ રીતે કુચ કરીને ગાંધીનગર કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપવા જવાના હતા.

પરંતુ છાવણી ખાતે આ આશાવર્તેકર બહેનો તેમના આંદોલન ની શરૂઆત કરે તે પહેલા જ તેમને સ્થાનિક મહિલા પોલીસ દ્વારા  ડિટેઇન કરવામાં આવી હતી.

આ આશાવર્કર બહેનો કુલ છ માંગણીઓને લઇને આજે આંદોલન કરનાર હતી.

  • જેમાં વર્ગ-૪ નું મહેકમ ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી બનાવવામાં આવે,
  • બહેનોને બંધારણીય અધિકાર અનુસાર  સાતમા પગાર પંચ મુજબ વેતન આપવામાં આવે
  • ચાર લાખ રૂપિયાનો આરોગ્ય વીમો ચૂકવવામાં આવે
  • આશાવર્કર બહેનો ને 180 દિવસની પગાર સહિતની પ્રસુતિની રજા આપવામાં આવે
  •  આશાવર્કર બહેનો ને અનુભવના આધારે પ્રમોશન આપવામાં આવે
  • ૪૦ વર્ષની ઉંમરની આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનો ને પેન્શન યોજના માં સમાવવામાં આવે

આ ૬ માંગણીને લઇને આ મહિલાઓ આજે આંદોલન કરનાર હતી. પરંતુ આંદોલન ની શરૂઆત પહેલાજ  પોલિસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  સ્થાનિક પોલીસને ડિટેઇન કરે તે પહેલા જ સ્થાનિક પોલીસ અને આશા વર્કર બહેનો વચ્ચે શાબ્દિક તણખા પણ ઝર્યા હતા.

મળતી માહિતી અનુસાર , પોલીસે મંજૂરી અંગે સવાલ કરતા, બહેનોના પ્રતિનિધિએ પોલીસને નોકર કહી ગાળ આપી હતીઅને સમગ્ર મામલો વણસ્યો હતો. અને  પોલીસે તાત્કાલિક ધોરણે તેમને ડિટેઇન કર્યા હતા .

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.