![મધ્ય પ્રદેશ / શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળીમારીને કરાઈ હત્યા, પત્ની અને પુત્રી ઘાયલ 3 06f82b385760d37534aebf4bdb48ca4b મધ્ય પ્રદેશ / શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળીમારીને કરાઈ હત્યા, પત્ની અને પુત્રી ઘાયલ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/09/06f82b385760d37534aebf4bdb48ca4b.png)
મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો બીજી બાજુ આરોપીઓએ રમેશ સાહુની પત્ની અને પુત્રીને ઈજા પહોંચાડી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયા. જે બાદ પોલીસ આ કેસમાં આરોપીની શોધ કરી રહી છે.
ઈન્દોર નજીક ઉમરી ખેડામાં મધ્ય પ્રદેશ શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રમેશ સાહુ ઉમરી ખેડામાં સાંઈરામ ધાબા ચલાવતા હતા. રમેશ સાહુને અજાણ્યા ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. દરમિયાન આરોપીઓએ બચાવ આવેલ પત્ની અને પુત્રીને પણ ઈજા પહોંચાડી છે. જેમાં માતા-પુત્રી ઘાયલ થયા છે.
જો કે ઘટના સ્થળેથી કોઈ માલ કે પૈસાની ચોરી થઈ નથી. આરોપીઓએ માત્ર હત્યાની ઘટનાને જ અંજામ આપ્યો છે. જેના કારણે પોલીસ આ ઘટના પાછળ જૂની દુશ્મનાવટની અપેક્ષા રાખી રહી છે. બનાવ બાદ રમેશ સાહુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.